fbpx
અમરેલી

સોશ્‍યલ મીડિયાનાં માઘ્‍યમથી પોલીસની છબી ખરડવાનાં પ્રયાસ અંગે સ્‍પષ્‍ટતા

પોલીસ અધિક્ષક કચેરી ઘ્‍વારા એક નિવેદનમાં જણાવેલ છે કે, તાજેતરમાં પત્રકારોને સંબોધીને એક મેસેજ સોશ્‍યલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે. આ મેસેજમાં અમરેલી પોલીસ અધિક્ષક ઘ્‍વારા કાયદો હાથમાં લેવામાં આવે છે અને કાયદાને ગૌણ સમજે છે તેવી રજુઆત કરી લોકોમાં ગેરસમજ ઉભી થાય તે માટે હકીકતને વિકૃત રીતે મુદાવાઈઝ રજુ કરવામાં આવેલ છે જે મુદાઓ અંગેની સ્‍પષ્‍ટતા નીચે મુજબ છે.

(1) પોલીસનો વિડીયો ઉતારવાનાં મામલે અશોક બોરીચાનાં બહેન પર 307નો ગુનો નોંધીને બાદમાં તે કલમ હટાવીને ચાર્જશીટ કરેલ હોવાના આક્ષેપ છે. આરોપી અશોક જૈતાભાઈ બોરીચા વિરૂઘ્‍ધમાં સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશન એ પાર્ટગુ.ર.નં 111939પ3ર10037/ર0ર1 મુજબનો ગુન્‍હો રજી. થયેલ છે. આ ગુન્‍હામાં આરોપી અશોક જૈતાભાઈ બોરીચા વિરૂઘ્‍ધ ઈપીકો કલમ 307 તથા આર્મ્‍સ એકટ કલમ રપ(1-એ), રપ(1-બી)(એ), રપ(1-એએ), રપ(1-બી)(એફ), ર7, ર9 તથા જી.પી. એકટ કલમ-13પ મુજબની કલમો લગાડવામાં આવેલ હતી. જયારે એલસીબી, એસઓજી તથા સાવરકુંડલા રૂરલ પોલીસ બનાવના સ્‍થળે હતા ત્‍યારે અશોક બોરીચાના બહેન હેમુબેન વા/ઓ દિનેશભાઈ વાસ્‍તુભાઈ ખાચર ઘ્‍વારા પોલીસની કાયદેસરની કાર્યવાહીમાં અડચણ કરવામાં આવેલ હતી. જેથી તેમના વિરૂઘ્‍ધ શરૂઆતથી જ ઈપીકો કલમ 186 એટલે કે પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટની કલમ લગાડવામાં આવેલ હતી અને ઈપીકો કલમ 186 મુજબ જ તેમના વિરૂઘ્‍ધ ચાર્જશીટકરવામાં આવેલ છે અને તેઓ જામીન ઉપર મુકત પણ થઈ ગયેલ છે.

વધુમાં જણાવેલ છે કે, કાઠી ક્ષત્રિય સમાજને સીધી રીતે ટાર્ગેટ કરીને તેના પોલીસ કર્મચારીઓને લગભગ તમામને હેડ કવાર્ટરમાં બદલી કરી દેવામાં આવી છે અને કેટલાકને દરિયાકાંઠે ચાંચ બંદર બદલી કરી દેવામાં આવી છે. તેમની સાથે ત્રાસજનક વર્તન કરવામાં આવી રહૃાું હોવાના આક્ષેપ કરવામાં આવેલ છે પરંતુ આ આક્ષેણો તદન પાયાવિહોણા છે. કાઠી ક્ષત્રિય સમાજના યોગ્‍ય લાયકાત ધરાવતા પોલીસ કર્મચારીઓને એલસીબી, પેરોલ ફર્લોસ્‍કોર્ડ જેવી મહત્‍વની શાખાઓમાં તથા જિલ્‍લાના વિવિધ પોલીસ સ્‍ટેશનોમાં નિમણૂંક કરવામાં આવેલ છે અને હાલ તેઓ આ જગ્‍યાઓ ઉપર ફરજ બજાવી રહૃાા છે.

વધુમાં જણાવેલ છે કે, કાઠી સમાજના એક અગ્રણી દાતાની દીકરી પરનો ખોટો આરોપ ઉભો કરી તેના ચારીત્ર્યને બદનામ કરવા અખબારોમાં નિવેદન આપવામાં આવેલ હોવાનો આક્ષેપ કરવામાં આવેલ છે જે તદન ખોટા આક્ષેપો છે. પોલીસને આ અંગે અરજી મળેલ હોય જે અરજી આધારે સ્‍પેશ્‍યિલ ઈન્‍વેસ્‍ટીગેશન ટીમની    રચના કરવામાં આવેલ જે તપાસ હાલ શરૂ છે.

વધુમાં જણાવેલ છે કે, સેંજળ ગામના કાઠી ક્ષત્રિય જમીનદાર નટુભાઈ ખુમાણ કે જેની ઉપર એક પણ ગુનો નહોતો, જુદા જુદા પોલીસ સ્‍ટેશનમાં ર0 મિનિટના સમયગાળામાં તેની સામે 4 ગુનાઓ નોંધાઈ ગયા અને તેને ગુજસીટોક નામના ગંભીર ગુનામાં ફીટ કરી દેવામાં આવેલ હોવાના આક્ષેપો છે. આરોપી નટુભાઈ સુરીંગભાઈ ખુમાણ વિરૂઘ્‍ધ હથિયાર ધારા સહિત ગુન્‍હાઓ નોંધાયેલ છે.

વધુમાં જણાવેલ છે કે, આ ગુજસીટોકનો ખોટો ઉપયોગ થયાના સુર્યસેનાએ જયારે આવેદનપત્ર આપ્‍યા તો તેના આગેવાનોને ફરજમાં રૂકાવટની નોટીસ આપી, ધમકાવવામાં આવ્‍યા હોવાના આક્ષેપ છે. પરંતુ રાજય સરકાર ઘ્‍વારા અમલમાં મુકવામાં આવેલ ગુજસીટકોના કાયદામાં જણાવેલ જોગવાઈઓ મુજબ જઆરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવેલ છે, આ કાયદાનો કોઈ દુરુઉપયોગ કરવામાં આવેલ નથી તેમજ સુર્ય સેનાના કોઈ આગેવાનોને ફરજમાં રૂકાવટની નોટીસ આપી ધમકાવવામાં આવેલ નથી.

વધુમાં જણાવેલ છે કે, અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા બે વરસમાં નોંધાયેલ રપથી વધુ એફઆઈઆર ગુજરાત હાઈકોર્ટ ઘ્‍વારા કવોશ/રદ કરેલ છે, તેનો અર્થ આ ફરિયાદો ખોટી રીતે નોંધવામાં આવેલી હોવાનો કરવામાં આવેલ છે. ઉપરોકત ગુન્‍હાઓમાં પબ્‍લીકના માણસો ઘ્‍વારા જ ફરિયાદો કરવામાં આવેલ હતી અને પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈઓ મુજબ એફઆઈઆર નોંધવામાં આવેલ અને બાદમાં ફરિયાદીઓએ નામ. કોર્ટ બહાર આરોપીઓ સાથે સમાધાન કરી લીધેલ હોય તેવા કિસ્‍સામાં જ નામ. ગુજરાત હાઈકોર્ટ ઘ્‍વારા એફઆઈઆર રદ કરવામાં આવેલ છે તે સિવાય કોઈ એફઆઈઆર રદ થયેલ નથી.

વધુમાં જણાવેલ છે કે, લુવારા ગામે જઈ પોલીસે અવાર નવાર ટીયરગેસના શેલ છોડી ધાક ઉભી કરી, ગામમાં ભય પેદા કરેલ હોવાનો આક્ષેપ છે. આરોપી અશોક જૈતાભાઈ બોરીચા જેના ખૂન, ખૂનની કોશિષ, બળજબરીથી નાણાં પડાવી લેવા, હથિયારધારા સહિત કુલ 3ર જેટલા ગુન્‍હા નોંધાયેલ છે તેમાંથી 18 ગુન્‍હાઓમો તે વોન્‍ટેડ હતો. તેને કોર્ટ ઘ્‍વારા ભાગેડુ જાહેર કરી, તેની મિલ્‍કત જપ્‍તીની કાર્યવાહી પણકરવાાં આવી હતી. મજકુર આરોપી લુવારા ગામમાં છુપાયેલ હોવાની બાતમી આધારે પોલીસ ઘ્‍વારા ઘણીવાર લુવારા ગામે કોમ્‍બીંગ કરવામાં આવેલ હતું. પોલીસની આ કાર્યવાહી નારાજ થઈ અસામાજીક તત્‍વો ઘ્‍વારા ખોટા આક્ષેપો કરવામાં આવેલ છે.

લુવારા ગામનાં સરપંચના પતિ જગુભાઈ ઉપર 307નો ગુનો નોંધવામાં આવ્‍યો છે જે સદંતર ખોટો હોવાના આક્ષેપ કરવામાં આવેલ છે. આ ગુનામાં ભોગ બનનાર ઘ્‍વારા ફરિયાદ કરવામાં આવતા પોલીસ ઘ્‍વારા ગુન્‍હો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

વધુમાં જણાવેલ છે કે, રાજુલાનાં એક શિક્ષક આગેવાન જેણે નાણાંની ધીરધાર કરી હશે, તો તેની સામે ઘણા ગુન્‍હાઓ ઉભા કરી, તેને હેરાન કરવામાં આવેલ હોવાનો આક્ષેપ કરવામાં આવેલ છે. જેની સત્‍ય હકીકત એવી છે કે, અમરેલી જિલ્‍લામાં બાલાની વાવ ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાભલુભાઈ નાગભાઈ વરૂ રહે. રાજુલાનાઓએ અપ્રમાણસર રીતે, ગેરકાયદેસરની રીતરસમોથી કરોડો રૂપિયાની જમીનો, મિલ્‍કતો અને સાધનો પોતાના તેમજ પોતાના પરિવારજનોના નામે ખરીદ કરેલ હતી જે અંગેની પ્રાથમિક તપાસ બાદ ભાભલુભાઈ નાગભાઈ વરૂ પાસે રાજયસેવક તરીકેની કાયદેસરની આવકના સ્‍ત્રોત કરતા 147.08 ટકા અપ્રમાણસર મિલ્‍કત હોવાનું જણાઈ આવતા તેમની સામે ભ્રષ્‍ટાચારનિવારણ અધિનિયમ 1988 (સુધારા સને-ર018)ની કલમ-13(1)(બી) તથા 13(ર) મુજબનો ગુનો અમરેલી એસીબી પોલીસ સ્‍ટેશનમાં રજી. થયેલ છે. જેઓની વ્‍યાજખોરીના કારણે હિતેષકુમાર વ્રજલાલ ગોરડીયા નામના એક નિર્દોષ વ્‍યકિતએ આત્‍મહત્‍યા કરી લેતા આ અંગે રાજકોટ શહેરમાં ગુન્‍હો પણ દાખલ થયેલ છે.

વધુમાં જણાવેલ છે કે, કોઈ સમાજ ગુનેગાર હોતો નથી. જે ગુનો કરે તેને સજા થાય તેમ કાઠી ક્ષત્રિય સમાજ ઈચ્‍છે છે. તેને બચાવવા કોઈ પ્રયત્‍ન કરતા નથી પણ આખા સમાજને ગુનેગાર તરીકે જોવાની દ્રષ્‍ટિને સ્‍વીકારી શકાય નહીં. ગુનાહિત પ્રવૃત્તિને કાયદાથી ડામી શકાય પણ કાયદો હાથમાં લઈ થતી પ્રવૃત્તિ વખોડવાપાત્ર હોવાનું મેસેજમાં જણાવેલ છે. અમરેલી પોલીસ ઘ્‍વારા કાઠી ક્ષત્રિય સમાજને ગુનેગાર તરીકે જોવામાં આવતો નથી પરંતુ ગુનેગારો પ્રત્‍યે કડક કાર્યવાહી કરવાનાં કારણે અને ગુનેગારો પ્રત્‍યે કરેલ કામગીરી અંગે લોકોમાં ગેરસમજ ઉભી કરી, સોશ્‍યલ મીડિયા મારફતે પોલીસ ઘ્‍વારા આખા સમાજ પ્રત્‍યે રાગદ્રેષ રખાતો હોવાનો ભ્રામક પ્રચાર કરવામાંઅ ાવેલ છે. જે હકીકત સત્‍ય નથી. ગુનેગાર ગમે તે સમાજનો હોય તેના વિરૂઘ્‍ધ કાયદાકીય જોગવાઈઓ મુજબ એક સમાન કાર્યવાહી કરવામાં આવેલ છે.

કાઠી ક્ષત્રિય સમાજ-ગુજરાતના નામે સોશ્‍યલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલઉપરોકત મેસેજ અંગે ગેરસમજ નહીં રાખવા અને અફવાઓથી દુર રહેવા લોકોને અપીલ કરવામાં આવેલ છે તેમ અંતમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/