વિકાસનો વિશ્વાસ એટલે ભાજપ , રાષ્ટ્રભકિત – જનસેવા પરંપરા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ
ધારી , લાઠી , ખાંભા તાલુકામા વિદ્યુતવેગી પ્રવાસ , સભામા વિશાળ જનમેદની સભાઓ ગજવતા ગોરધનભાઈ ઝડફીયા સાંસદ કાછડીયા , પ્રમુખ વેકરીયા , મહામંત્રી બસીયા જીલ્લા – તાલુકા પંચાયતોના ભાજપ ઉમેદવારોના સમર્થન પ્રવાસમા સાથે રહયા ભારતીય જનતા પક્ષ એ વિકાસનો વિશ્વાસ આપતો , રાષ્ટ્રભકિત અને જનસેવાની પરંપરા ધરાવતો પક્ષ હોવાનું જણાવી જીલ્લા – તાલુકા પંચાયતોના ભાજપ ઉમેદવારોને સમર્થઆપી કમળને વિજયી બનાવ અમરેલી જીલ્લાના પ્રચાર પ્રવાસે આવેલા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ – પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફીયા એ જણાવેલ હતું . ઝડફીયા એ વધુમાં જણાવેલ હતુ કે , વિકાસની અનુભૂતિ ગ્રામ પંચાયતો થી માંડીને જીલ્લા – તાલુકા પંચાયતોને પણ અનુભવે છે અનેક વિકાસકાર્યો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના હવાલે મુકવામાં આવ્યા છે , જે ભારતીય જનતા પક્ષની વિકાસનીતીનો પરિચય આપે છે તેમ ઉમેરી જનસેવાનું કામ કરતા ભારતીય જનતા પક્ષને હવે જનસમર્થન આપવાનો સમય આવ્યો છે તેને નિષ્ઠાપૂર્વક નિભાવી કમળને વિજયી બનાવવા અપીલ કરી હતી . પ્રદેશ ઉપાધ્યક્ષ ઝડફીયા એ આજ રોજ લાઠી ચાવંડ ખાતે યોજાયેલ સભામા ચાવંડ જીલ્લા પંચાયત સીટના ઉમેદવાર કંચનબેન જીતુભાઈ ડેર , તાલુકા પંચાયતના ઉમેદવારો રાકેશભાઈ સોરઠીયા , દેરડી જાનબાઈ – રામદેવસિંહ પરમાર , હરસુરપુર – લાલજીભાઈ સાબલપરા . , શેખપીપરીયા – સંજયભાઈ હીરપરા જયારે ભુરખીયા ખાતે મતીરાળા જીલ્લા પંચાયત સીટના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા , તાલુકા પંચાયતના ઉમેદવારો જયોત્સાબેન એવીયા , અકાળા- દયાબેન ખુંટ , આસોદર – જયાબેન પરમાર . , છભાડીયા – સોનલબેન કાકડીયા , ઝરખીયા – રેખાબેન કાકડીયા , કેરાળા – સુનિતાબેન પરમાર , ભુરખીયા – ચિરાગભાઈ પરમારના સમર્થનમાં સભા યોજાયેલ પ્રવાસને આગળ ધપાવતા ઝડફીયા એ ધારી તાલુકાની દલખાણીયા જીલ્લા પંચાયત સીટના ઉમેદવાર અશ્વિનભાઈ કુંજડીયા , તાલુકા પંચાયતના ઉમેદવારો નિર્મળાબેન લુણગાતર . , ભાડેર – રેખાબેન દાફડા . , ગીગાસણ – ભરતભાઈ અંટાળા . , ગોપાલગ્રામ મનુબેન વાળા . , મોણવેલ – જનતાબેન અંટાળા ના સમર્થનમાં સભા યોજાયેલ જયારે સરસીયા જીલ્લા પંચાયત સીટના ઉમેદવાર કમળાબેન ભુવા , સરસીયા તાલુકા પંચાયતના ઉમેદવારો નારણભાઈ શેલડીયા , ગોવિંદપુર- ચતુરભાઈ સરવૈયા જીરા વિલાસબેન બાંભરોલીયા , કરમદડી – વિમળાબેન જીયાણી , ખીચા કીરણબેન હીરપરાના સમર્થનમાં સભા યોજાયેલ જેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા . 5 સમગ્ર પ્રવાસમાં ઝડફીયા સાથે સાંસદ નારણભાઈ કાછડીયા , જિલ્લા પ્રમુખ કૌશિક વેકરીયા , ગોપાલભાઈ વસ્તરપરા , ભુપેન્દ્રભાઈ બસીયા જોડાયેલા તફ્લપરાંત ધારી તાલુકાના પ્રવાસવેળા મનસુખભાઈ ભુવા , ખોડાભાઈ ભુવા અને અતુલભાઈ કાનાણી સહિતના લોકો સાથે રહયા હતા તેમ જીલ્લા ભાજપ કાર્યાલયની યાદીમાં જણાવાયેલ છે .
Recent Comments