fbpx
અમરેલી

ગુજરાતના સ્થાપના દિવસથી ‘મારું ગામ-કોરોનામુક્ત ગામ’ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લો કોરોનામુક્ત બનાવવા અપીલ કરતા કૃષિમંત્રી આર.સી.ફળદુ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિડીયો કોન્ફરન્સથી અભિયાનનો શુભારંભ કરાવ્યો

ગુજરાતમાં કોરોનાના સંક્રમણને ખાળવા તમામ ગ્રામીણ વિસ્તારો પણ વધારે જાગૃત અને જવાબદાર બને અને કોરોનાનું સંક્રમણ રોકવાના રાજ્ય સરકારના પ્રયત્નોમાં ગ્રામીણ વિસ્તારો પણ નિર્ણાયક જવાબદારી અદા કરે તેવા આશય સાથે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ, તા. ૧લી મે થી સમગ્ર રાજ્યમાં ‘મારું ગામ-કોરોનામુક્ત ગામ’ અભિયાનનો જુસ્સાભેર આરંભ થયો છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ અભિયાનનો શુભારંભ કરાવ્યો અને રાજ્યના તમામ ગામોના સરપંચ, ઉપસરપંચ અને ગામના આગેવાનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. આ પ્રસંગે પંચાયત મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ, તા. ૧ લી મે ૨૦૨૧ થી ‘મારુ ગામ-કોરોનામુક્ત ગામ’ અભિયાન  અંતર્ગત અમરેલી જિલ્લા કક્ષાએથી સેવા સદન વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે કૃષિમંત્રીશ્રી આર. સી. ફળદુ, જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક અને જિલ્લા વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ તેમજ ગ્રામીણ કક્ષાની સાથોસાથ તાલુકા કક્ષાએથી પણ આગેવાનો જોડાયા હતા.

કોરોના સામેની લડતમાં મહાનગરોની સાથે સાથે નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોએ પણ વિશેષ કાળજી લેવાની આવશ્યકતા છે.  ગુજરાતના નાનામાં નાના ગામમાં રહેતો નાગરિક પણ વધારે સજાગ અને સાવચેત થશે તો જ કોરોના સામેની આ જંગ જીતી શકાશે. ગ્રામીણ આગેવાનો ‘મારુ ગામ-કોરોનામુક્ત ગામ’ બને તે માટે સંકલ્પ બધ્ધ થયા હતા. આ અભિયાન અંતર્ગત કોરોનાને હરાવવાના રાજ્ય સરકારના પ્રયત્નોમાં સહભાગી થવા દરેક ગામમાં એક સશક્ત ટીમ તૈયાર કરવામાં આવશે, જેના નેતૃત્વમાં દરેક ગામ કોરોના સામે નિર્ણાયક લડત આપશે.

નોંધનીય છે કે કોરોનાના સંક્રમણને રોકવા રાજ્ય સરકાર શક્ય તમામ પ્રયત્નો પુરી પ્રમાણિકતા અને નિષ્ઠા સાથે કરી રહી છે. તમામ જરૂરી પગલાં યુદ્ધના ધોરણે લેવાઈ રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાનો પ્રત્યેક નાગરિક રાજ્ય સરકારના આ પ્રયત્નોમાં સહભાગી થાય અને વેક્સિનેશન ઝુંબેશમાં જોડાઇ દરેક વ્યક્તિ એક સૈનીકની જેમ આ લડતમાં જોડાશે તો કોરોના સામેની આ લડત વધારે આસાન થશે. અને ‘મારુ ગામ-કોરોનામુક્ત ગામ’ અભિયાનમાં જિલ્લાના તમામ ગામો જોડાઇ કોરોના સામેના જંગમાં નિર્ણાયક લડાઇ લડી કોરોનામુક્ત જિલ્લો બનાવવામાં સહયોગ આપે તે ઈચ્છનીય છે.

આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એચ. પટેલ, આરોગ્ય વિભાગના અધિકારી શ્રી એ. કે. સિંઘ આરોગ્ય તેમજ અન્ય સંલગ્ન વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/