fbpx
અમરેલી

સિવિલ હોસ્પિટલો અને જિલ્લા આરોગ્ય કચેરીઓમાં નેશનલ હેલ્થ મિશન ( NHM ) અંતર્ગત ખાલી પડેલ મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ તથા વહીવટી જગ્યાઓ સત્વરે ભરવા માંગ કર્તા પરેશ ધાનાણી

રાજ્યમાં નેશનલ હેલ્થ મિશન ( NHM ) અંતર્ગત સિવિલ હોસ્પિટલો તથા જિલ્લા આરોગ્ય કચેરીઓમાં ૧૧ માસના કરાર આધારિત મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ તથા વહીવટી સ્ટાફની નિમણુંક કરવામાં આવે છે , પરંતુ છેલ્લા ઘણાં સમયથી આવી જગ્યાઓ ખાલી રહેલ છે . હાલની કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફના અભાવે લોકોને સારવાર મેળવવામાં મુશ્કેલી ઉભી થાય છે , જેથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકોને ફરજિયાતપણે ખાનગી હોસ્પિટલોનો સહારો લેવો પડે છે . ભારત સરકાર દ્વારા નેશનલ હેલ્થ મિશન ( NHM ) અંતર્ગત ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે , પરંતુ તે ગ્રાન્ટનો પૂરતો ઉપયોગ થતો ન હોવાનું જણાયેલ છે . આથી , રાજ્યની સિવિલ હોસ્પિટલો અને જિલ્લા આરોગ્ય કચેરીઓમાં નેશનલ હેલ્થ મિશન ( NHM ) અંતર્ગત ખાલી પડેલ મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ તથા વહીવટી જગ્યાઓ તાત્કાલિક ભરવા માટે જરૂરી કાર્યવાહી થવા મારી વિનતી સહ ભલામણ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/