fbpx
અમરેલી

અમરેલી લોહાણા મહાજનના પ્રમુખ તરીકે જીતુભાઈ ગોળવાળાની વરણી

અમરેલી લોહાણા મહાજનની તા.17/06/ર0ર1ના રોજ મળેલી ટ્રસ્‍ટી મંડળની મીટીંગમાં અમરેલી લોહાણા મહાજનના સ્‍થાપક પ્રમુખ ભભમાતુશ્રી અંબાબેન નરશીદાસ સોઢા લોહાણા મહાજન વાડીભભ મુખ્‍ય દાતા એવા શ્રી અનંતરાય નરશીદાસ સોઢાના દુઃખદ અવસાનથી પ્રમુખશ્રીની ખાલી પડેલી જગ્‍યા ઉપર  અમરેલી લોહાણા મહાજન ટ્રસ્‍ટના પ્રુમખની વરણી કરવા ટ્રસ્‍ટી મંડળની મીટીંગ   મળેલ હતી.

આ મીટીંગમાં અમરેલી લોહાણા મહાજન ટ્રસ્‍ટ દ્વારા સંસ્‍થાના સ્‍થાપક પ્રમુખ સ્‍વ. શ્રી અંતુભાઈ સોઢાના તેમજ લગભગ 70 વર્ષનું નિષ્‍કલંક પણ અડીખમ નૈતૃત્‍વ પુરૂ પાડનાર સ્‍વ. શ્રી નવીનભાઈ રવાણી તથા કોરોના કાળમાં લોહાણા સમાજે ગુમાવેલા પરિવારજનોના દુઃખદ અવસાનથી સમગ્ર સમાજને ન પુરી શકાય તેવી ખોટ પડી હોવાની લાગણીઓ વ્‍યકત કરી આ મીટીંગમાં હાજર રહેલાટ્રસ્‍ટીઓએ શોક વ્‍યકત કરી તેમની હૃદયાંજલી આપી હતી.

અમરેલી લોહાણા મહાજન ટ્રસ્‍ટના પ્રમુખના વરણીની દરખાસ્‍ત સંસ્‍થાના ટ્રસ્‍ટી ભાવેશભાઈ સોઢાએ લોહાણા સમાજના વિવિધ સેવા અને સંગઠન કાર્યોમાં સતત કાર્યરત રહેતા એવા જીતુભાઈ સોમૈયા (ગોળવાળા)ની દરખાસ્‍ત કરતા સંસ્‍થાના ઉપપ્રમુખશ્રી સતીષભાઈ આડતીયાએ આ દરખાસ્‍તને ટેકો આપેલ હતો. ટ્રસ્‍ટી મંડળના હાજર ટ્રસ્‍ટીઓ સતિષભાઈ નટુભાઈ આડતીયા, જગદીશભાઈ રમણીકભાઈ સેલાણી, જીતુભાઈ બચુભાઈ રૂપારેલીયા, ભરતભાઈ નંદલાલભાઈ સોનપાલ, રમણીકભાઈ વસનજીભાઈ ગઢીયા, હિતેષભાઈ નવનીતલાલ આડતીયા, નવીનભાઈ દુર્લભજીભાઈ તન્‍ના, કલ્‍પેશભાઈ રતિલાલ, રૂપારેલીયા ભાવેશભાઈ છોટાલાલવસાણી, ભાવેશભાઈ લક્ષ્મીદાસ  આડતીયા, ભાસ્‍કરભાઈ  ચંદુભાઈ  જોબનપુત્રા, મુકેશભાઈ વૃંદાવનભાઈ ચંદારાણા, હિંમતલાલ  રામજીભાઈ અટારા, હસમુખરાય શાંતીલાલ વસાણી, પ્રકાશકુમાર જયંતીલાલ સોઢા, મનોજભાઈ વસંતભાઈ સોનપાલ એ આ દરખાસ્‍ત-ટેકાના અનુમોદનમાં સંમતી આપતા આજની આ મીટીંગમાં સર્વાનુમતે જીતુભાઈ  સોમૈયા (ગોળવાળા) ને અમરેલી લોહાણા મહાજન ટ્રસ્‍ટના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ હતી.

વરણી બાદ તેમના પ્રમુખકીય પ્રવચનમાં જીતુભાઈ સોમૈયાએ જણાવેલ હતુ કે, આપણા ટ્રસ્‍ટના સ્‍થાણક પ્રમુખ અંતુકાકાના દુઃખદ અવસાનથી આજવાબદારી મારે વહન કરવાનો સમય આવ્‍યો છે.

આ સંસ્‍થાની સ્‍થાપના      મુળભુત રીતે આપની જ્ઞાતીના સંગઠન, જ્ઞાતીની વાડી, મંદિર તથા આપણા સમાજના બહુવીધ પ્રશ્‍નોના ઉકેલ માટે એક ઉમદા સંગઠન બનાવવાના નેમ સાથે ભભસૌનો સાથ સહુનો વિકાસભભના મહામંત્રને અપનાવી બનાવેલ હતુ.

સ્‍વ. અંતુકાકા એ પોતે આ હેતુ માટે પોતાના પરિવાર ના પ્રથમ દાનની જાહેરાતથી ભભમાતુશ્રી અંબાબેન નરશીદાસ સોઢા લોહાણા મહાજન વાડીભભ ના નિર્માણ માટે  આપણા સમાજના અગ્રણીઓ ની મીટીંગમાં ટહેલ નાખી આ પ્રકલ્‍પનો પ્રારંભ કરાવેલ હતો કદાચ જ્ઞાતીક્ષેત્રે આ એક માત્ર સંસ્‍થાએ એવી હશે કે જેમાં ટ્રસ્‍ટીઓ પોતે જ દાતા તરીકે અને કાર્યકર્તા તરીકે અવિરત કાર્ય કરેલ હોય, આ વાડીના ભવ્‍ય નિર્માણમાં આપ સૌએ તન મન અને ધનથી જે સહયોગ આપ્‍યો છે તે માટે સંસ્‍થાના પ્રમુખ તરીકે આપ સૌનો આભાર વ્‍યકત કરૂ છું.

પ્રમુખ તરીકેની મારી જવાબદારીનો અહેસાસ મને છે જ અને ખુબ જ વિશાળ જવાબદારી વહન કરીને આપણા સમાજને શિક્ષણ, આરોગ્‍ય, રોજગારી, ધંધા, રોજગાર, સામાજિક કુરીવાજોને દુર કરવા જેવા વિવિધ કાર્યોની બહુ જ મોટી જવાબદારી આપણા ઉપર છે મને વિશ્‍વાસ છે કે આપણા સહયારા પ્રયાસોથી આપણે એક આદર્શ સામાજિક સંસ્‍થા તરીકે કાર્ય કરી શકીશું.

હાલના કેટલાકઅધુરા કામોને પણ પુર્ણ કરવાની તાતી જરૂરીયાત છે જેને અગ્રતા આપી મુખ્‍યત્‍વે પૂ. જલારામ બાપાના મંદિરમાં મુર્તી પ્રતિષ્ઠા અને મીઠીબાઈ લોહાણા મહાજન વાડીના વેચાણ સંબંધે મહે. ચેરીટી કમીશ્‍નરની મંજુરી લઈ વેચાણ કરવાની બાબતોનો પ્રારંભ આપણા સ્‍થાપક પ્રમુખ સ્‍વ. અંતુકાકાએ કરેલ હતો તેને અગ્રતા આપી આપ સૌના સાથ સહકારની અપેક્ષાએ પુર્ણ કરવાના છે.

ફરીથી આ સંસ્‍થાના પ્રમુખ તરીકેની કામગીરીમાં આપ સૌના સક્રિય સહયોગની ખાસ જરૂર છે મને આશા છે કે, આ મહાજન વાડીના નિર્માણ કાર્યમાં આપ સૌએ જે જોમ અને જુસ્‍સાથી એક ટીમ તરીકે કાર્ય કરેલ છે તેવી રીતે જ હવે પછીના આપણા સમાજના વિવિધ સેવાકીય કાર્યોમાં સહકાર આપશો તેવી વિનંતી છે.

આપ સૌએ આ જવાબદારી વહન કરવાની મારામાં ક્ષમતા જોઈ છે તે માટે સહુનો હૃદય પુર્વક આધાર માનુ છું અને પરમ પૂ. જલારામ બાપા અને હરિરામ બાપાની અનુકંપાથી આપણને સૌને સમાજલક્ષી કાર્ય કરવાની ક્ષમતા અને શકિત આપે તેવી પ્રાર્થના કરેલ હતી.

તેઓએ વધુમાં જણાવેલ હતુ મહાજનના વિવિધ કાર્યોમાં માર્ગદર્શન મળી રહે તે માટે માર્ગદર્શક મંડળની વરણીની જાહેરાત કરી તેના સભ્‍ય તરીકે ડો. ભરતભાઈ કાનાબાર, મહેન્‍દ્રભાઈ આડતીયા, ડી.એમ. ઉનડકટ, પંકજભાઈ કાનાબાર, રાજેશભાઈ રૂપારેલતથા ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ એ.ડી. રૂપારેલ નિમેલ હતા અને સદાય તેમના માર્ગદર્શન અને સુચના મુજબ લોહાણા મહાજન કાર્ય કરશે તેવી ખાત્રી આપેલ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/