fbpx
અમરેલી

બાબરા : ચરખા નજીકથી ડ્રાઈવરનાં મોબાઈલ, રૂપિયાની ચીલઝડપ કરનાર ઝડપાયા

બાબરા તાલુકાનાં ચરખા ગામ પાસે રઘુવીર હોટલ પાસે ટ્રકના ડ્રાઈવરોનાં મોબાઈલ ફોન તથા પૈસાની ચીલ ઝડપ કરી, ચોરી કરનાર ઈસમોને ગેરકાયદેસર હથિયાર દેશી જામગરી બંધુક સાથે ચોરીમાં ગયેલ મુદામાલ સાથે અમરેલી એલસીબીએ ઝડપી લીધેલ છે.

વિગત એવા પ્રકારની છે કે, કાનાભાઈ રૂડાભાઈ ચાવડા રહે. મથાવડા પોતાનું આઈસર ટ્રક નં. જીજે-0ર-વીવી ર3પ8 વાળામાં ડ્રાઈવર દાનાભાઈ ગોકુળભાઈ સભાડ સાથે ભાવનગરથી રાજકોટ જતા હતા તે દરમ્‍યાન તા. ર1/6/ર1નાં રાતના બે વાગ્‍યે બાબરા પાસે ચરખા ગામથી આગળ આવેલ રઘુવીર હોટલે ટ્રક ઉભો રાખેલ અને સુવાની તૈયારી કરતા હતા. આ વખતે પોતાની પાસેનો થેલો લઈ પોતે કલીનર સાઈડમાં દરવાજે બેસેલ હતા ત્‍યારેએક સીબીઝેડ મોટર સાયકલ લઈ ત્રણ અજાણ્‍યા માણસો મોઢે બુકાની બાંધેલ હતા તે આવેલ અને પોતાની પાસેનો થેલો જે જેમાં મોબાઈલ ફોન વીવો કંપનીનો કિંમત રૂા. 11,પ000નો અને રોકડા રૂા. 3પ00 હતા. જે થેલો આંચકી આ ત્રણેય જણા જતાં રહેલ હતા અને પોતાનું બાજુમાં સરતાનપર તા. ઘોઘા, જિ. ભાવનગરવાળા વિજયભાઈ પણ તેનો ટ્રક રાખી સુતેલ હતા અને તે પણ ટ્રકમાં સુતા હતા ત્‍યારે તેમનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂા. 10,000 અને રોકડા રૂા. 1પ00 આ ત્રણેય અજાણ્‍યા માણસો ચોરી કરી લઈ ગયેલ હોય. આ અંગે કાનાભાઈએ બાબરા પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો દાખલ કરેલ.

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે અમરેલી જિલ્‍લામાં બનવા પામેલ મિલ્‍કત સબંધી વણશોધાયેલ ગુન્‍હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડવા તથા ચોરીનો મુદામાલ રીકવર કરી તેના મુળ માલિકને મિલ્‍કત પાછી મળે તે માટેના સઘન પ્રયત્‍નો હાથ ધરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.

અમરેલી એલસીબી ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર આર.કે. કરમટા, પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર પી.એન. મોરી તથા એલસીબી ટીમ ઘ્‍વારા ચોકકસ બાતમી મેળવી અમરેલી, રાધેશ્‍યામ હોટલ પાસે રોડ ઉપરથી ચોરીનાં મોબાઈલ ફોન તથા રોકડ રકમ તથા ગેરકાયદેસર હથિયાર (અગ્નીશસ્‍ત્ર) સાથે ત્રણ ઈસમોને પકડી પાડેલ અને તેની પાસેથીચોરીમાં ગયેલ મોબાઈલ ફોન નંગ-ર તથા રોકડા રૂપિયા મળી આવતા મુદામાલ રીકવર કરી ગેરકાયદેસર મળી આવેલ હથિયાર અંગે ધોરણસર કાર્યવાહી થવા અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીઓમાં (1) સલીમ ઈબ્રાહીમભાઈ લાડક રહે. જીરા, તા. સાવરકુંડલા (ર) અલારખ નુરમામદ ઉર્ફે નુરા લાડક રહે. દિલાવરનગર, તા. વંથલી (3) સાજન ઉર્ફે કાચબો હયાતખાન ઉર્ફે લવાભાઈ ખારી, રહે. શાપુર, તા. વંથલી.

પકડાયેલ મુદામાલમાં એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક કિંમત રૂા. પ00 તથા બે અલગ અલગ કંપનીના એન્‍ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ-ર કિંમત રૂા. ર1,પ00 તથા રોકડા રૂા. રપ00 તથા મોટર સાયકલ નંગ-1 કિંમત રૂા. પ0 હજાર મળી કુલ કિંમત રૂા. 74,પ00નો મુદામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી ટીમ ઘ્‍વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/