fbpx
અમરેલી

સાવરકુંડલાના ગામોના મધ્યાહન ભોજન કેન્દ્રોની ૩૦ જેટલી જગ્યાઓ માટે ૨૬ જુલાઈ સુધીમાં અરજી કરવી

સાવરકુંડલા તાલુકાના વિવિધ ગામોમાં આગામી દિવસોમાં મધ્યાહન ભોજન કેન્દ્રો ખાતે સંચાલકની ૫ જગ્યાઓ, રસોયાની ૮ જગ્યાઓ અને મદદનીશની ૧૭ જગ્યાઓ એમ કુલ મળી ૩૦ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે. કલ્યાણપરા, ચરખડીયા, છાપરી, દેત્રડ અને કેદારીયા પ્રાથમિક શાળાઓ ખાતે સંચાલકની જગ્યા માટે તેમજ ખડકાળા, ગાધકડા, ગોરડકા, ચીખલી, થોરડી, ધજડીપરા, નાના ભમોદ્રા અને મેવાસાની શાળા ખાતે રસોયાની જગ્યા માટે અને સાવરકુંડલા, અભરામપરા, આદસંગ, ગાધકડા, ચરખડીયા, નાના ઝીંઝુડા, ડેડકડી, બોરાળા, ધજડીપરા, નાના ભમોદ્રા, મેવાસા, મેંકડા, રામગઢ, શાંતિનગર, જુના સાવર, સિમરણ અને કેદારીયાની પ્રાથમિક શાળાઓમાં મદદનીશની જગ્યાઓ માટે તા. ૨૬ જુલાઈ સુધીમાં નિયત નમુનામાં અરજી કરવાની રહેશે.

નિયત નમૂનાના અરજીપત્રકો ૨૪ જુલાઈ સુધીમાં સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતેથી મેળવી જરૂરી વિગતો ભરી ૨૬ જુલાઈ સુધીમાં જમા કરવાના રહેશે. સંચાલક તરીકે ધો. ૧૦ પાસ કે તેથી વધુની લાયકાત ધરાવનાર સ્થાનિક વ્યક્તિ અને જો આવી વ્યક્તિ ન મળે તો ૭ ધોરણ પાસ પણ અરજી કરી શકશે. સરકારના નિયમોનુસાર વેતન આપવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે સાવરકુંડલા મામલતદાર કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/