fbpx
અમરેલી

રેલી સ્વરૂપે રાજુલા જાફરાબાદ પંથકના પર્યાવરણ પ્રેમી સિંહ પ્રેમી ઓ દ્વારા પ્રાંત અધિકારી રેન્જ ફોરેસ્ટર ને આવેદન પત્ર આપી સિંહો પરત આપોના સુત્રોચાર સાથે ઉગ્ર માંગ ઉઠાવી

ગુજરાત અને દેશની શાન ગણાતા એશિયાટિક સિંહો માટે અમરેલી જિલ્લમાં ખેંચતાણ શરૂ થઈ છે 18 ઓગસ્ટ મધ રાતે ધારી ગીર પૂર્વની ટિમ દ્વારા રાજુલા તાલુકામાં આવેલ કોવાયા પીપાવાવ વિસ્તારમાં આવેલ રેવન્યુ વિસ્તારના 5 સિંહો 3 સિંહણ 2 પાઠડા વનવિભાગ દ્વારા ખાનગી રાહે તંદુરસ્ત સિંહો ને લઈ જતા રોષ નો માહોલ ઉભો થયો છે છઠા દિવસે પણ સિંહો પરત નહી આવતા ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે 1આજે 100 ઉપરાંત પર્યાવરણ પ્રેમી ઓ રાજુલા એકત્રિત થઈ ને પ્રથમ રાજુલા પ્રાંત કચેરી એ પોહચી અમારા સિંહો પરત આપો ના ઉગ્ર સુત્રોચાર કરી સિંહો ને આ વિસ્તાર માં ફરી છોડવા માટેની ઉગ્ર માંગ ઉઠાવી પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપી લેખિત રજૂઆતો કરી છે પ્રાંત કચેરી આવેદન પત્ર આપી ત્યારબાદ રાજુલા બૃહદ ગીર રેન્જ કચેરી ખાતે રેલી સ્વરૂપે પોહચી કચેરી નો ઘેરાવ કરી સિંહો પરત છોડવાની માંગણી સાથે અહીં સુત્રોચાર કરી ઉગ્ર માંગ ઉઠાવી વનકચેરી ખાતે આવેદન પત્ર આપી ઝડપથી આ વિસ્તારમાં ફરી તંદુરસ્ત સિંહો છોડવા પર્યાવરણ પ્રેમી અને સિંહો પ્રેમીના વિવિધ સંગઠન દ્વારા માંગણી કરાય રહી છે મોટી સંખ્યમાં યુવાનો આ વિસ્તારના ના અલગ અલગ ગ્રામીણ વિસ્તારમાંથી પોહચિયા હતા જોકે કચેરી ઓ દ્વારા ઉચ્ચ કક્ષા એ રજુઆત પોહ્ચાડવા માટે ની માત્ર ખાત્રી અપાય હતી

જયારે મહત્વની વાત એ છે આજે 6 દિવસ વીત્યા છતાં હજુ વનવિભાગ દ્વારા સિંહો ને પરત મુક્ત નથી કર્યા ઉપરાંત આ અંગે કોઈ ખુલાસો પણ કર્યો નથી તેને લઇ લોકો અને આ વિસ્તારના સિંહપ્રેમી ઓ માં નારાજગી સાથે રોષ વધી રહ્યો છે  ત્યારે હવે વનવિભાગ દ્વારા આ વિસ્તારમાં સિંહો મુક્ત કરશે કે કેમ તે સૌવથી મોટો સવાલ સૌવ કોઈ ઉઠાવી રહ્યા છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/