fbpx
અમરેલી

ઘોઘાવદરના ડો. વૈશાલીબેન પીપળીયાએ એમ.ડી.ની પરીક્ષામાં યુનિવર્સિટી કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યો

માતાપિતાના આશીર્વાદ, મિત્રોની શુભેચ્છાઓ, દ્રઢ ઇચ્છાશક્તિ અને મક્કમ મનોબળના સુદ્રઢ સમન્વય થકી લક્ષ્ય વેધ્યું : ડો. વૈશાલીબેન પીપળીયા. રાજ્યની પ્રતિષ્ઠિત સંસ્થામાં ભણવા અને જ્વલંત સફળતા બદલ ડો. વૈશાલીએ ઈશ્વરનો આભાર માન્યો

તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી હેઠળની બી.જે. મેડિકલ કોલેજ દ્વારા લેવાયેલી એમ.ડી. (પેથોલોજી) પરીક્ષાનું આજે  પરિણામ જાહેર થયું હતું. ગોંડલ તાલુકાના ઘોઘાવદરના અમરેલી જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા શ્રી વિનયભાઈ પીપળીયાના સુપુત્રી ડો. વૈશાલી પીપળીયાએ સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં દ્વિતીય સ્થાન મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે.

આ અંગે વાત કરતા ડો. વૈશાલી પીપળીયાએ જણાવ્યું હતું કે મારા માતાપિતાના આશીર્વાદ, મિત્રોની શુભેચ્છાઓ, દ્રઢ ઇચ્છાશક્તિ અને મક્કમ મનોબળના સુદ્રઢ સમન્વય થકી મારું લક્ષ પાર કરી શકી છું. આવનારા દિવસોમાં અમને જેમ શીખવાડવામાં આવ્યું છે તેમ દર્દીનારાયણની સેવા કરવામાં પૂરતા જ્ઞાનનો ઉપયોગ કરીશ.વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે ગુજરાત રાજ્યની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંની એક એવી બી. જે. મેડિકલ કોલેજમાં ભણવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એ બદલ હું ઈશ્વરની આભારી છું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/