fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલી આપણી ઐતિહાસિક ધરોહર સમા દરબારગઢની સ્થિતિ આજે સાવ બિસ્માર હાલતમાં છે..!! એની રખરખાવટ અને સંભાળ કોણ લેશે?? શું આમને આમ આ ઈમારત સંપૂર્ણ ધ્વસ્ત થઈ જશે.?

 સંસ્મરણો અને સંભારણાં હવે ઈતિહાસ બની જશે, બસ થોડી કાળજી રાખી આ ઈમારતનું સંરક્ષણ કરવું જરૂરી છે..   શું આટલું પર્યાપ્ત છે દરબારગઢ માટે. આ તો આપણી જાહેર  ઐતિહાસિક ધરોહર સમાન ગૌરવવંતો વારસો છે. સંસ્કૃતિનું સંરક્ષણ કરવાની મોટી મોટી વાતો કરનારા આજે આ દરબારગઢને સાવ રેંઢો મૂકીને તંત્ર શું સાબિત કરવા માંગે છે.? *ખાલી દરવાજાને રંગરોગાન કરવાથી દરબારગઢ સ્થિત શેષ ઈમારતનું સંરક્ષણ થશે ખરું??* આપણી પ્રાચીન પરંપરા આપણી સંસ્કૃતિની ઝાંખી દર્શાવતું આ દરબારગઢ જેવું સ્થાન આજે જાણે નોંધારું હોય તેવું લાગે છે.!!*ભારતીય પરંપરા અને રાજવી ઈતિહાસની સાક્ષી સમો આ દરબારગઢ આજે સાવ ભેંકાર કેમ ભાસે છે?? શું આપણાં ભવ્ય ભાતીગળ ઈતિહાસની સાક્ષી સમી આ ઈમારતની જાળવણી અને રખાવટ તંત્ર દ્વારા આમ સાવ રેઢું મૂકી શકાય ખરું?? આપણી સંસ્કૃતિનું જતન કરવા આપણો એ ભવ્ય જાજરમાન ઈતિહાસ શું આમને આમ તંત્રની ઉદાસીનતાને કારણે વિલુપ્ત થઈ જશે કે શું??   હવે સમય આવી ચૂક્યો છે આવી તીર્થ સમી ઐતિહાસિક ઈમારતની જાળવણી અને સંરક્ષણ કરવાનો.. સાવરકુંડલા શહેરમાં બરોબર  શહેરની મધ્યમાં એકલી  અટૂલી ઉભેલી આ ઈમારતની જાળવણીની જવાબદારી કોની? શું હવે એ પણ લોકોએ પોતાની ફરજ સમજીને બજાવવી પડશે..??પુરાતત્વ વિભાગ આ સંદર્ભે થોડું ઊંડું ઉતરે તો કંઈક ફલશ્રુતિ મળે..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/