fbpx
અમરેલી

કુંકાવાવનાં સરપંચપદે નિવૃત્ત સૈનિક સંજય લાખાણીનો ઐતિહાસિક વિજય

કુંકાવાવમાં સરપંચ પદે નિવૃત ફોજી સંજય લાખાણી અને તેની પેનલનો ભવ્‍ય વિજય થતાં કુંકાવાવમાં કયારેય નીકળી ના હોય તેવી ઐતિહાસિક વિજય રેલી શહેરમાં નીકળી હતી. અને તમામ સમાજના લોકોએ ખરા દિલથી સ્‍વીકારતા વિજયના વધામણા કર્યા હતા. જયારે કુંકાવાવમાં રાજકીય નિષ્‍ણાંતોના અનુમાન ખોટા ઠર્યા હતા અને અનેક રાજકારણના મહારથીની કારમી હાર અને નવા નિશાળીયાની જીતના ચોંકાવનારા પરિણામ જોવા મળ્‍યા હતા. જયારે તમામે ન વિચાર્યું હોય તેવું જન સમર્થન ફોજી યુવાનને મળતા 14માંથી 11 સભ્‍યો તેમજ જંગી મતની લીડથી સંજય લાખાણીની ભવ્‍ય જીત થઈ હતી. જયારે હરીફ ઉમેદવારો માટે આંચકા સમાન પરિણામથી બોધપાઠ લેવાનો સમય હોવાનું લોકો જણાવી રહયા છે. જયારે નિષ્ઠા અને ઉત્‍સાહથી ખરા અર્થમાં સેવાકરવા માગતા સંજય લાખાણીને લોકોએ ખોબલે ખોબલે મત આપતાં કુંકાવાવમાં કયારેય ના વિચાર્યું હોય તેવું આંચકા સમાન પરિણામ રાજકીય હલચલ તેજ બનીને વિકાસ કરીને સૌને સાથે રાખીને કુંકાવાવનું ગૌરવ વધારશે.

Follow Me:

Related Posts