fbpx
અમરેલી

ભાજપે તેમના સાચા આગેવાનો ને પણ છોડ્યા નથી તો ઈસુદાનને ક્યાંથી છોડે ? લાઠી બાબરા ધારાસભ્ય ઠુંમર

પોતાના હરિફોનું ચરિત્રહનન કરી તેમના તરફ સંદેહ ઉભો કરવાની ભાજપની પરંપરા રહી છે. સંજય જોષીની નકલી સેક્સ સીડીનો રાજકીય દુરપયોગ , જે.એન.યુ. ને આતંકી અડ્ડો સાબિત કરવા બનાવટી સીડી બનાવવી, ખેડુત આંદોલનને ખાલીસ્તાની મૂવમેન્ટ સાબિત કરવા આઈ. ટી. સેલનો ઉપયોગ, 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ભાજપના લોકો મોકલી લાલ કિલ્લા પર ત્રિરંગા સિવાયનો  ઝંડો ફરકાવી ખેડૂતોને બદનામ કરનાર , પોતાના લોકો મોકલી દેશના ટુકડા કરવાના સૂત્રોચ્ચાર કરાવી કનૈયા કુમાર ને ટુકડે ટુકડે ગેંગ કહી રાષ્ટ્રદ્રોહી ચીતરવો, નાગરિકતા કાનૂન સામેના આંદોલનને પાકીસ્તાન સાથે સાંકળવાની સાજીશ જેવી અનેક ઘટનાઓ ભાજપની ચાલ અને ચરિત્રને ઉજાગર કરે છે. ટુજી, થ્રીજી ના વાજા વગાડનાર, રોબર્ટ વાઢરાને ઈલેક્શન આવે ત્યારે જ ઈ.ડી. ના સમન્સ મોકલનાર, આદર્શ કૌભાંડ માટે કોંગ્રેસના નેતાઓને બદનામ કરનાર, નેશનલ હેરાલ્ડનો હાઉ ઉભો કરનાર, અહમદભાઈ પટેલને ચૂંટણી સભાઓમાં ગુજરાતના મુખ્યમંત્રી જાહેર કરનાર , ચૂંટણી આવે ત્યારે આતંકવાદી હુમલાની બાતમીઓ બહાર પડાવનાર, સુરતમાં ઝાડે ઝાડે બૉમ્બ લટકાવનાર, હિંદુ મુસ્લિમના કોમી રમખાણો કરાવનાર, વિરોધીઓ પર રાજદ્રોહના આરોપ મઢનાર, વિનોદ રાય , કિરણ બેદી થી લઇ અન્ના હઝારે દ્વારા કોંગ્રેસને બદનામ કરનાર ભાજપ આમાંના એકેયને કાનુની રીતે સાબિત પણ કરી શકી નથી કે સજા અપાવી શકી નથી. આ બતાવે છે કે માત્ર બદનામી અને ચારિત્ર્ય હનન નો ખેલ ચાલે છે. બીજા પર કાદવ ઉછાળી કમળ ખીલવવાની રમત રમાય છે.આવી જ રમત પેપરલીકના અપરાધીઓ ને બચાવવા લીકર રાજનિતી પાછળ દેખાઈ રહી છે.  પેપરલીક પાછળ કોણ ? વારંવાર પેપર ફુટી જતા હોય તો સીસ્ટમ શું કરે છે ? કોના લાભાર્થે રોજગાર વાંચ્છુ યુવાધનને હડફેટે ચડાવાય છે ? નૈતિકતાના ધોરણે અસિત વોરાનું રાજીનામુ નહી લેવાની બેશરમી કેમ ? આવા સવાલો અચાનક જ બદલાઈ ગયા

કોણે પીધો ? કેટલો પીધો ? ક્યાંથી પીધો? પીધો કે નથી પીધો… ! તરફ ફંટાઈ ગયા. 86 હજાર યુવાનોનું ભવિષ્ય રોડી નાખનાર અસિત વોરા કરતા મોટો ગુન્હેગાર બનાવી ઈસુદાનને પ્રસ્તુત કરાવી દીધા. આખો મુદ્દો પેપરલીક જેવી ગંભીર સમસ્યાથી લીકરની માત્રા કેટલી તે બની ગયો. રોજગારીનો ટેસ્ટ એફ.એસ.એલ. ના ટેસ્ટ પાછળ છુપાવી દેવાયો. આ બદલાયેલી ચર્ચાનો લાભાર્થી ભાજપ સિવાય બીજુ કોઈ નથી આ હકીકત લોકોએ સમજવી પડશે. ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરરાજનીતિ માં મતભેદ, વિચારભેદ કે અસહમતી વિરૂધ્ધ આટલી હલકી રાજનીતિએ જાહેરજીવનમાં સંકળાયેલા તમામ લોકો માટે ખતરાની ઘંટડી છે. આજે ઈસુદાન ગઢવી છે કાલે તમે કે હું પણ આવી હલકાઈનો ભોગ બની શકીએ. એક પ્રતિષ્ઠિત પત્રકાર અને હાલ રાજનેતા ઈશુદાન ગઢવી જાહેરમાં દારૂ પી કોઈની છેડતી કરે એ વાત સીધી ગળે ઉતરે તેમ નથી. રાજકીય દેખાવો માટે હરીફ પાર્ટીના કાર્યાલય પર જઈને કોઈ જાહેર જીવનની વ્યક્તિ કે રાજનેતા યુવતીની છેડતી કરે અને એ પણ સામસામી ઝપાઝપી થતી હોય ત્યાં ?? વળી વારંવાર સીસીટીવી ફુટેજ માંગ્યા છતાં.. ના જાહેર માધ્યમથી ના કાનુની તપાસ દરમિયાન રજુ થયા નથી. જો એક પણ પુરાવો હોત તો ખોટા સમાચારોની ઈન્ડસ્ટ્રી ચલાવનાર ભાજપ આઈ.ટી.સેલે અત્યાર સુધી ઈસુદાનભાઈના લુગડા ઉતારી લીધા હોત તેમાં બે મત નથી. બ્લડ સેમ્પલ દ્વારા આલ્કોહોલની માત્રા જાણવી એ ગણતરીના કલાકોનું કામ છે ત્યારે 12 દીવસે પોઝીટીવ રીપોર્ટ આપવો તે પણ શંકાસ્પદ છે. તબીબી વિજ્ઞાનના નિયમથી માત્ર 0.45% વધુ માત્રામાં આલ્કોહોલ મળવા પાછળ કેમીકલયુક્ત ખોરાક, મેડીસીન જેવા કારણો પણ હોઈ શકે તેવો નિષ્ણાતોનો મત છે ત્યારે આ આખીય ઘટના ” કમલમ પ્રોડક્શન ” કંપની દ્વારા નિર્દેશીત હોવાની સંભાવનાઓ પ્રબળ બને છે. હજુ સારું છે કે લોહીમાંથી આલ્કોહોલ જ કાઢ્યો બાકી એમાંથી ચરસ, ગાંજો , હેરોઇન કે કોકેઈન નીકળત…મીડિયાનો એક એંકર ચિક્કાર લિકર લે તો એ પેઈન કિલર ગણાય છે.. જ્યારે મીડિયાને તિલાંજલિ આપનાર એંકરની પેઈન કિલર પણ લિકર બની ગઈ. શ્રી ઠુંમર

બીજુ, દારૂ પીવા માટે ઈસુદાન ગઢવી પર ગાંધીના ગુજરાતની દુહાઈ આપી કાગારોળ મચાવનાર ભાજપે તેમના પ્રભાતસિહ ચૌહાણ  તથા અન્યો જાહેરમાં દારૂની છોળો ઉડાડીને પાર્ટી કરતા તેમના સુરતના કોર્પોરેટરને અથવા વડોદરામાં સરકારી કામગીરીમાં જાહેરમાં પાટલૂન ઉતારીને અડચણ ઉભી કરતા નગરસેવકને યાદ કરી લેવા જોઈએ. ગુજરાતના શહેરો અને ગલીઓમાં ચાલતા દારૂના અડ્ડાઓની સુધ લેવી જોઈએ. વગર સાબિતીએ છેડતી જેવા ગંભીર આરોપ મુકતા પહેલા કચ્છનો ભાજપના નેતાઓ દ્વારા કરાયેલો નલિયાકાંડ યાદ કરી લેવો જોઈએ

ટૂંકમાં, ગાંધીજીને ગોળીથી નહી મારી શકનાર ગાળોથી ખતમ કરવા માગે છે એવી જ માનસિકતા વિરોધીઓને ખતમ કરવા પાછળ છે. અસિત વોરાને બચાવવા આટલી નિમ્નકક્ષાએ પહોંચવાની મજબુરી પાછળ મોટા માથાઓની સંડોવણી હોવાની શંકા થવી સહજ છે. પેપરલીકનું પોતાનું પાપ ધોવા લીકર રેડવાની ભાજપી કરતૂત જગજાહેર થઈ છે.તેમ ધારાસભ્યશ્રી ઠુમ્મરે અંત માં જણાવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/