fbpx
અમરેલી

સાવરકુંડલાના પતિના અવસાન બાદ નિઃસંતાન વૃદ્ધાએ મરણ મૂડીના 42 લાખ હોસ્પિટલને દાનમાં આપી દીધા

સાવરકુંડલાના એક વૃધ્ધા ગત સપ્તાહે અહીના લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરમા પહોચ્યા અને નિ:શુલ્ક સેવા આપતી આ હોસ્પિટલમા પોતાની મરણ મુડીમાથી રૂપિયા 42 લાખ દાનમા આપી દીધા. આ વૃધ્ધા પોતાની પાસે જેટલી પણ મરણ મુડી છે તે તમામ જુદાજુદા સ્થળે દાનમા આપી રહ્યાં છે.

મૃત્યુ પહેલા બધી સંપતિ દાનમાં આપી દેવાાનો નિર્ણય
સાવરકુંડલામા શિવાજીનગરમા રહેતા લાભુબેન ગોવિંદભાઇ ઠુંમરના પતિનુ 12 વર્ષ પહેલા અવસાન થયુ હતુ. તેમને સંતાન ન હોય હાલમા આ વૃધ્ધા એકલા જ રહે છે. પતિના ભાઇઓએ તેમના ભાગમા આવતી રૂપિયા ત્રણેક કરોડની કિમતની જમીન લાભુબેનને તેમના હક પ્રમાણેઆપી દીધી હતી. આ ઠુંમર પરિવાર ધાર્મિક વૃતિ ધરાવે છે અને તેમના ભાઇઓનો પરિવાર પણ લાભુબેનના હકનુ કશુ લેવા માંગતો નથી. જેથી લાભુબેને પોતાની જેટલી પણ સંપતિ છે તે મૃત્યુ પહેલા દાનમા આપી દેવા નિર્ણય કર્યો છે.

અનેક હોસ્પિટલોમાં દાન આપ્યું
અગાઉ તેમણે અહીના સ્વામીનારાયણ મંદિરમા રૂપિયા 51 લાખના ખર્ચે સોનાનુ સિંહાસન બનાવી આપ્યુ હતુ. અા ઉપરાંત આઠ લાખની કિમતનો સોનાનુ મુકુટ પણ બનાવી આપ્યો હતો. અા પુર્વે તેમણે ઉષામૈયાના આશ્રમમા રૂપિયા એક લાખ આપ્યા હતા. ઉપરાંત અહીની ગૌશાળામા રૂપિયા 1.25 લાખ નિરણ અને ચણના, ચારોડીયા ગામે કુળદેવીના મંદિર માટે રૂપિયા 7 લાખ દાનમા આપ્યા હતા. અને ગત સપ્તાહે તેઓ અહીના લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાતે ગયા હતા.આ હોસ્પિટલ કોઇ ચાર્જ વગર લોકોની સારવાર કરતી હોય તેમણે હોસ્પિટલમા રૂપિયા 42 લાખનુ દાન આપી દીધુ હતુ. લાભુબેન પોતાની જુદાજુદા સ્થળે આવેલી જમીન વેચતા જાય છે અને પોતાની મરજી મુજબ દાન આપતા જાય છે. તેઓ પોતાની પાસે કોઇ રોકડ કે દાગીના રાખતા નથી. જમીન વેચાણનુ જે ઉપજે તે રકમ દાનમા આપી દે છે.

મારે ઘરમાં પૈસો રાખવો નથી: લાભુબેન
લાભુબેન ઠુંમરે જણાવ્યું હતુ કે મારા ભત્રીજઓ મારૂ કશું લેવા તૈયાર નથી. તેઓ કહે છે તમારે જયાં વાપરવા હોય ત્યા વાપરો જેથી મે મારી મરણ મુડી થોડી બેંકમા રાખી છે. બાકીની તમામ સંપતિ દાનમા આપી દઇશ.

પાટોત્સવ અને જીવતા જગતીયું કરશે
લાભુબેન ટુંક સમયમા સ્વામીનારાયણ મંદિરે પાટાોત્સવની સાથે કથા કરવા માંગે છે. જે માટે તેમણે 10 લાખ અલગ મુકયા છે. ઉપરાંત તેમણે જીવતા જગતીયુ કરી મોટા જમણવાર માટે પણ વિચાર કરી રાખ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/