fbpx
અમરેલી

અત્યાર સુધી ચેક બાઉન્સ થતા હતા પરંતુ ભાજપનું રાજ આવ્યા પછી બેંકો બાઉન્સ થતી જાય છે. ભાજપના રાજમાં ભારતના ૨૩ હજાર અબજોપતિ દેશમાંથી બેંકોના પૈસા લઈને ભાગી ગયા.

ગાંધીનગર અત્યાર સુધી ચેક બાઉન્સ થતા હતા પરંતુ ભાજપનું રાજ આવ્યા પછી બેંકો બાઉન્સ થતી જાય છે. ભાજપના રાજમાં ભારતના ૨૩ હજાર અબજોપતિ દેશમાંથી બેંકોના પૈસા લઈને ભાગી ગયા.જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો અરજીઓ મંજૂર કરે છે પરંતુ બેંકો લોન આપતી નથી.જાહેર હિસાબ સમિતિ અને કેગના રિપોર્ટ છતાં ભાજપ સરકારે ધ્યાન ન આપતાં એબીજી શીપયાર્ડ દ્વારા બેંકોને ૨૪ હજાર કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો. ઈફકો, ક્રીભકો, અમૂલ, નાબાર્ડ, નાફેડ વગેરે સહકારી સંસ્થાઓની સ્થાપનાનું શ્રેય કોંગ્રેસને જ.ગુજરાત સહકારમાં નંબર વન બન્યું તેનો શ્રેય ભાજપને નહીં પરંતુ સરદાર પટેલ, ગાંધીજી અને કોંગ્રેસના મુખ્યમંત્રીશ્રીઓને જ. રાજ્યમાં ૩૩ જિલ્લાઓ થયા છે, પરંતુ એકપણ જિલ્લા સહકારી બેંક ભાજપ સ્થાપી શકી નથી.આજે વિધાનસભા ગૃહમાં ઉદ્યોગ અને ખાણ, શહેરી વિકાસ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની માંગણીઓ પર ચર્ચા હતી. આ ચર્ચામાં ભાગ લેતાં અમરેલી જિલ્લાના લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્યશ્રી વિરજીભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું કે, કોઈ પક્ષ રાજ્યના વિકાસનો મુખ્ય પાયો હોય તો તે નાના ઉદ્યોગો છે.

ભાજપનું રાજ્યમાં ૨૭ વર્ષથી શાસન છે અને ૨૦૧૪થી દેશમાં શાસન છે. ભાજપના રાજમાં ભારતના ૨૩ હજાર અબજોપતિ દેશમાંથી બેંકોના પૈસા લઈને ભાગી ગયા છે. અત્યાર સુધી ચેક બાઉન્સ થતા હતા પરંતુ ભાજપનું રાજ આવ્યા પછી બેંકો બાઉન્સ થતી જાય છે અને તેના કારણે નાના રોકાણકારોએ પોતાની મૂડી ભેગી કરી છે એ મૂડી ઉપર વ્યાજ પણ મળતું નથી, ડીપોઝીટ મૂકેલા પૈસા પણ જતા રહે છે અને છતાં ભાજપ સરકાર વાયબ્રન્ટની વાતો કરે છે. ૩ લાખ ૫૭ હજાર જેટલા મધ્યમ-લઘુ-સૂક્ષ્મ ઉદ્યોગો છેલ્લા કેટલાંક વર્ષોમાં બંધ થયા છે. ભૂતકાળની સરકારોએ નાના ઉદ્યોગોને ટેકો મળે તેના માટે ડી.આઈ.સી. જેવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો સ્થાપ્યા હતા. છેલ્લા એક વર્ષમાં અમરેલી જિલ્લામાં ૯૦૦ નાના ઉદ્યોગોએ લોન લેવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને ફોર્મ ભરીને આપ્યા. આ ૯૦૦ પૈકી માત્ર ૬૧ જણાને જ લોન આપવામાં આવી છે. આખા ગુજરાતમાં જોવા જઈએ તો લાખો યુવાનોએ સ્વરોજગારી માટે લોન મેળવવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં અરજી કરી છે, પરંતુ બેંકો લોન આપતી નથી. બેરોજગારોને બેંકો લોન આપતી નથી અને ૨૩ હજાર અબજોપતિઓ દેશ છોડીને ભાગી જાય છે.શ્રી વિરજીભાઈએ જણાવ્યું હતું કે, એબીજી શીપયાર્ડ કે જેની સાથે વાયબ્રન્ટ ગુજરાતમાં એમ.ઓ.યુ. થયા હતા, તે ૨૪ હજાર કરોડ રૂયિપાની રકમ લઈને ભાગી ગયું છે. જાહેર હિસાબ સમિતિ અને કેગ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે, આ ઉદ્યોગ જોખમાઈ જશે. સન ૨૦૧૩-૧૪માં કેગના અહેવાલમાં જણાવ્યા છતાં સરકારે કોઈ પગલાં ન લીધાં અને ૨૪ હજાર કરોડમાં બેંકોને લૂંટાવી દીધી. કેટલીય બેંકો લુંટાઈ ગઈ. નેનો પ્લાન્ટ ગુજરાતમાં આવ્યો ત્યારે એટલા બધા સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા હતા કે ગુજરાતમાં નેનો આવી, નેનો આવી, જાણે કોઈને ત્યાં કેટલાંય વર્ષો પછી બાળકનો જન્મ થયો હોય અને પાછું વળી ગયું હોય એ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. નેનોના કારણે એશિયાનું નંબર વન ચોખાનું સંશોધન કેન્દ્ર બનવાનું હતું એ સાણંદની ચોખાના સંશોધન કેન્દ્રની જમીન ટાટાને આપી દીધી. નેનોએ શું કર્યું ? એ આપણે જાણીએ છીએ. હવે ટાટા નેનોના ઉત્પાદનના બદલે બીજા ધંધા કરશે. ભાજપ સરકાર મારૂતિના દાખલા આપે છે ત્યારે મારૂતિ આજે નંબર વન બની છે અને જે-તે વખતે કોંગ્રેસની સરકાર મારૂતિ લાવી હતી.શ્રી વિરજીભાઈએ જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં વાયબ્રન્ટના નામે મેળાવડાઓ થાય છે, તેના થકી ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ કરવાની તક મળવી જોઈએ, પરંતુ ગુજરાતમાંથી અનેક ભગોડાઓ બેંકો લૂંટી લૂંટીને ભાગી ગયા છે. ગુજરાત ગાંધીનું ગુજરાત છે. ગુજરાત સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ છે ત્યારે ગુજરાતનીભૂમિમાંથી આવા મોડાઓ ભાગી જાય છે ત્યારે ભાજપ સરકાર શું કરે છે ? જાહેર હિસાબ સમિતિ, કેગનો રિપોર્ટ હોવા છતાં એના ઉપર ધ્યાન આપવામાં આવતું નથી અને એના કારણે લાખો યુવાનો બેરોજગાર બન્યા છે.

બેરોજગારીના કારણે યુવાનો ડ્રગ્સ તરફ વળ્યા છે, દારૂ તરફ વળ્યા છે, એમને રોજગારી મળતી નથી.શ્રી વિરજીભાઈએ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ૨૭ વર્ષથી ભાજપની સરકાર છે. ભાજપનીભૂતકાળની સરકાર પગલા નહીં લઈ શકતી હોય એના કારણે ગુજરાતમાં નવી સરકાર બનાવી છે અને ગુજરાતનાલોકોને એક રાહ મળે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે ઉદ્યોગક્ષેત્રે ગુજરાતને નંબર વન બનાવવા માટે આવાભગોડાઓ સામે પગલાં લેવા નવી સરકારને વિનંતી કરી હતી.શ્રી વિરજીભાઈએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સરકારના વખતમાં જનરલ મોટર કંપની ગુજરાતમાં આવી હતી, જેનું ઉત્પાદન આજે પણ ચાલુ છે. કોંગ્રેસ હંમેશા નાગરિકોની ચિંતા કરી છે. ગુજરાતની ચિંતા કરી છે, ઉદ્યોગોની ચિંતા કરી છે, પરંતુ ભાજપ સરકાર નવા નામ સાથે આવે છે, રૂપકડા નામ સાથે આવે છે અને રૂપકડા નામ સાથે આવ્યા પછી પણ ગુજરાતના યુવાનોની ચિંતા કરતી નથી એની અમને ચિંતા છે,ભાજપ સરકાર નલ સે જલ યોજનાની વાતો કરે છે તે સારી વાત છે. આજે અમદાવાદ-રાજકોટની આસપાસના નાના ગામો સત્તામંડળમાં આવ્યા છે અથવા કોઈને કોઈ ઓથોરીટી નીચે આવી ગયા છે. એટલે એ ગામોને પીવાનું પાણી મળે છે પરંતુ મોટી સોસાયટીઓને નર્મદાનું પાણી મળતું નથી, ફ્લોરાઈડવાળું પાણી મળે છે. શહેરીકરણ વધ્યું છે ત્યારે મોટી સોસાયટીઓ બની છે તેને પાણી આપવા માટે તાત્કાલિક ચિંતા કરવાની જરૂરિયાત ઉભી થઈ છે.ખાણ-ખનીજની વાત કરતાં શ્રી ઠુમ્મરે જણાવ્યું હતું કે, થોડા સમય પહેલાં અમરેલીના ધારાસભ્યોએ ખનીજની રોયલ્ટીના પ્રશ્ને ઉપવાસ ઉપર બેસવું પડયું હતું. રેતી મળતી નથી એના કારણે વિકાસ અટક્યો છે.

કરોડો રૂપિયાની રેતીની રોયલ્ટીની ચોરી થઇ રહી છે, સરકારી રેવન્યુ જઈ રહી છે અને રેતી ન મળવાના કારણે લોકોને આવાસ યોજનાના મકાનો બનાવવા છે, હપ્તો લેવો છે, પરંતુ રેતી મળતી નથી, એના માટે ભાજપ સરકારે ચિંતા કરવાની જરૂર છે.સહકારની વાત કરતાં શ્રી ઠુમ્મરે જણાવ્યું હતું કે, સહકાર એ મહત્ત્વનું પાસુ છે. આજે ગુજરાત સહકારમાં નંબર વન બન્યું છે, તેના માટે સરદાર પટેલ, ગાધીજી અને કૉંગ્રેસના મુખ્યમંત્રીશ્રીઓને યાદ કરવા પડે, રાજ્યના ૧૯ જિલ્લાઓમાં સહકારી બેન્કો હતી. ૧૯ ડી.પી.એસ.યુ. બન્યા, એટલા તાલુકાના ટી.પી.એસ.યુ. બન્યા, ભાજપ સરકાર દરરોજ એમ કહે કે અમે આટલી બેન્ક લઈ લીધી, અમે ફલાણી બેન્ક જપ્ત કરી ત્યારે ભાજપ સરકારે નવી કેટલી સહકારી બેન્ક સ્થાપી ? તે જણાવે, રાજ્યમાં ૩૩ જિલ્લાઓ થયા છે, પરંતુ એકપણ જિલ્લા સહકારી બેંક ભાજપ સ્થાપી શક્યું નથી. આટલી બધી સહકારી સંસ્થાઓ સ્થાપવા માટેનું ભાગ્યે કોઈને પ્રાપ્ત થયું હોય તો એ કોંગ્રેસના જે-તે વખતના આગેવાનોને થયું છે, ઈફકો, કીભકો જેવી સંસ્થા હોય, અમૂલ જેવી સંસ્થા હોય, નાબાર્ડ કે નાફેડ જેવી સંસ્થા હોય, તેની સ્થાપનાનું શ્રેય કોંગ્રેસને જ પ્રાપ્ત થાય છે અને એના કારણે જ આજે ગુજરાત નંબર વન બન્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/