fbpx
અમરેલી

અમરેલીના વાંકિયાના વતની ડાયનેમિક ગૃપના પ્રમુખ બાવીશીના આંગણે ડાયમંડ કિંગ અશોક ગજેરાની મુલાકાત

શિક્ષણ,આરોગ્ય તથા સોશ્યલ સર્વિસ માટે અમારી લક્ષ્મી ડાયમંડ તથા ગજેરા ટ્રસ્ટ. હંમેશા જિલ્લાની જનતા માટે કટીબઘ્ધ છે- અશોક ગજેરા,એમ.ડી લક્ષ્મી ડાયમંડ મુંબઈશ્રી અશોક ગજેરાએ વાંકિયા ખાતે આવેલ રામદેવજી મંદીરે માથુ ટેકવી દર્શન કર્યા, મુલાકાતમાં અમરેલીના આગેવાનો સામેલ થયા
અમરેલીના કેળવણીકાર તથા સમગ્ર ગુજરાતમાં એન્જિનીયરીંગ તબીબી શિક્ષણ આપતી વિવિધ સંસ્થા ઓના ચેરમેન તથા શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણીક સંકુલ-અમરેલીના સ્થાપક પ્રમુખ માન.વસંતભાઈ ગજેરાના લઘુબંધુ તથા મુંબઈની લક્ષ્મી ડાયમંડ કંપનીના એમ.ડી, જેમ્સ  એન્ડ  જવેલરી પ્રમોશન કાઉન્સિકલ મહારાષ્ટ્ર્ રિજિયનના ચેરમેન અને ગજેરા સંકુલ, વિદ્યાસભા, શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલના ટ્રસ્ટી આંતરરાષ્ટ્રીય હિરાઉદ્યોગપતિ,ડાયમંડકિંગ અશોકભાઈ ગજેરા એ ડાયનેમિકગૃપ-અમરેલીના પ્રમુખ હરેશ બાવીશીના નિવાસસ્થાને વાંકિયા ગામે શુભેચ્છા્ મુલાકાત લઈને રામદેવજી મંદિરે દર્શન કર્યા હતા. આ તકે અમરેલીના આગેવાનો તથા ઉદ્યોગપતિશ્રીઓ લેઉવા પટેલ સમાજના મેને.ટ્રસ્ટી્ ડી.કે.રૈયાણી,લેઉવા પટેલ સમાજ-અમરેલીના પ્રમુખશ્રી કાંતીભાઈ વઘાસિયા, મોબાઈલ એસો. અમરેલીના પ્રમુખ હાર્દિક સેંજલીયા, મારવાડી શેર એન્ડ ફાઈનાન્સ્ના માલીક વર્ષીલ સાવલીયા, ભોજલરામ મિત્રમંડળ ધારીના કન્વીનર પ્રવીણભાઈ કસવાલા, વાંકિયા સેવા સહકારી મંડળીના પ્રમુખ ચતુરભાઈ રાદડીયા, ગણેશ કન્ટ્રાનકશન કંપનીના માલિક હિરેનભાઈ બાંભરોલીયા, રામદેવજી મંદિર વાંકિયાના ટ્રસ્ટી. નનુભાઈ પેથાણી, મનસુખભાઈ પેથાણી, બાલુભાઈ પેથાણી, નાગજીભાઈ પેથાણી તથા યુવા આગેવાનો અશ્વિનભાઈ અકબરી, ઘનશ્યાંમભાઈ અકબરી, ભરતભાઈ બાવીશી, વિપુલભાઈ પેથાણી તથા પ્રવિણભાઈ ગજેરા અને મોટી સંખ્યા મા આગેવાનોની ઉપસ્થિતીમાં કોરોના મહામારીમાં અમરેલી શાંતાબા જનરલ હોસ્પિ‍ટલમાં એમ્યુલન્સ ,વેન્ટિપલેટર્સ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવા લાખો રૂપિયાની સખાવત કરવા બદલ ડાયનેમિક ગૃપ-અમરેલી દ્વારા માન.અશોકભાઈ ગજેરાને સન્માનિત કરાયા હતા, સન્માનિત ના પ્રત્યુાતરમાં શ્રી અશોક ગજેરાએ જણાવ્યુ હતું કે અમારી લક્ષ્મી ડાયમંડ કંપની તથા ગજેરા ટ્રસ્ટ હંમેશા વતન અમરેલી જિલ્લાની જનતાની સેવા કરવા કટીબઘ્ધ  છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/