fbpx
અમરેલી

ફેસબુક પર હથિયારો સાથેના ફોટા વાયરલ કરનાર ઇસમો તથા લાયસન્‍સ વગરની દેશી બનાવટની જામગરી બંદુક રાખનાર ઇસમ સહિત ચાર ઇસમોને પકડી પાડતી એલ.સી.બી.

તાજેતરમાં યુવા વર્ગમાં હથિયારો સાથેના પોતાના ફોટોગ્રાફ્સ સોશિયલ મિડીયામાં વાયરલ કરીને પોતાનું વર્ચસ્‍વ તથા રોફ જમાવવાની મનોવૃત્તિ જોવા મળે છે. આ પ્રકારની પ્રવૃત્તિથી જાહેર જનતામાં ભયનું વાતાવરણ ફેલાતું હોય છે.   

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી. શ્રી.અશોક કુમાર સાહેબ* નાઓએ ભાવનગર રેન્‍જના જિલ્‍લાઓમાં   ગેરકાયદેસર હથિયારો સાથેના ફોટોગ્રાફ સોશિયલ મિડીયા પર અપલોડ કરનાર ઇસમો સામે કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ* નાઓએ સોશિયલ મિડીયા પર સર્વેલન્‍સ રાખી, આ પ્રકારે જાહેર જનતામાં ભયનું વાતાવરણ ઉભું કરતા ઇસમો તથા ગેરકાયદેસર હથિયાર (અગ્‍નિશસ્ત્ર) રાખનાર ઇસમો સામે ધોરણસર કાર્યવાહી કરવા માટે અમરેલી પોલીસને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.


અમરેલી એલ.સી.બી. ઇ.ચા. પો. ઇન્‍સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ* દ્વારા સોશિયલ મિડીયા પર સતત સર્વેલન્‍સ રાખવામાં આવેલ અને (૧) યોગેશ દુલાભાઇ પાટડીયા (૨) રાહુલ ઉર્ફે લંકેશ કેશુભાઇ આંકોલીયા રહે.બન્‍ને વંડા, તા.સાવરકુંડલા વાળાઓ દ્વારા ફેસબુક સોશિયલ મિડીયા પર હથિયાર સાથેના ફોટોગ્રાફ્સ અપલોડ કરવામાં આવતાં, બંને ઇસમોને સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરવા તપાસ તજવીજ કરતા, ઉપરોકત બન્‍ને ઇસમોને હસ્‍તગત કરી હથિયાર બાબતે પુછ પરછ દરમ્‍યાન આ હથિયાર પોતાના સબંધી બાલાભાઇ જગાભાઇ મોલડીયા રહે.મીતીયાળા, તા.સાવરકુંડલા જી.અમરેલી વાળાનુ પરવાનાવાળુ હથિયાર હોવાનું અને તેની પાસેથી મેળવી ફોટાગ્રાફ પાડી, ફેસબુક ઉપર અપલોડ કરેલ હોવાનું જણાવતા હોય, જે ત્રણેય આરોપીઓ વિરૂધ્‍ધ હથિયાર ધારા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ સાવરકુંડલા તાલુકાના કૃષ્‍ણગઢ ગામની સીમમાંથી એક ઇસમને લાયસન્‍સ વગરના પ્રાણઘાતક અગ્નિશસ્‍ત્ર જામગરી બંદુક સાથે પકડી પાડવામાં આવેલ છે. 


ફેસબુક પર હથિયાર સાથે ફોટોગ્રાફ્સ અપલોડ કરનાર ઇસમો તથા હથિયાર આપનાર ઇસમઃ-*(૧) યોગેશ દુલાભાઇ પાટડીયા, ઉ.વ.૨૭, રહે.વંડા, કોળી વાડ તા.સાવરકુંડલા(૨) રાહુલ ઉર્ફે લંકેશ કેશુભાઇ આંકોલીયા, ઉ.વ.૨૪, રહે.વંડા, કોળીવાડ તા.સાવરકુંડલા, જી.અમરેલી.(૩) બાલાભાઇ જગાભાઇ મોલડીયા, ઉ.વ.૫૨ રc હે.મીતીયાળા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.  


દેશી બનાવટની જામગરી બંદુક (અગ્નિશસ્‍ત્ર) સાથે પકડાયેલ ઇસમ તથા કબ્‍જે કરેલ હથિયારઃ-*ધીરૂભાઇ જીણાભાઇ ઝીઝુવાડીયા, ઉ.વ.૫૦, રહે.મીતીયાળા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી વાળાને *એક દેશી બનાવટની જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર), કિં.રૂ.૧૦૦૦/-* સાથે પકડી પાડેલ છે.
અગ્નિશસ્‍ત્ર સાથે પકડાયેલ ઇસમો વિરૂધ્‍ધ આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી, આરોપીઓ અને મુદ્દામાલ વધુ તપાસ અર્થે *સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશન* માં સોંપી આપેલ છે.


 આ કામગીરી *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી એલ.સી.બી. ઇ.ચા. પો. ઇન્‍સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/