fbpx
અમરેલી

ચાવંડ ગામે વાહન ચેકિંગ દરમ્યાન એક ઈસમને ચોરી કરેલ ૭ મોબાઈલ તથા રોકડ રકમ સાથે પકડી પાડતી લાઠી પોલીસ

મ્હે. પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાહેબ, અમરેલી નાઓએ અમરેલી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમોને પકડી તેઓના વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ મિલ્કત સબંધી અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પો.સ્ટે. વિસ્તારમા સધન પેટ્રોલીંગ કરવા તેમજ આરોપીઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધીક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલીનાઓએ આ બાબતે જરૂરી માર્ગદર્શન આપેલ હોય.

જે અન્વયે લાઠી પો.સબ.ઈન્સ. શ્રી પી.એ.જાડેજા તથા લાઠી સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ચાવંડ પ્લોટ વિસ્તારમા રાજકોટ ભાવનગર હાઇ-વે ઉપર વાહન ચેકિંગમા હતા તે દરમ્યાન બાબરા તરફથી એક ઇસમ શંકાસ્પદ હાલતમા મો.સા. લઇને આવતા મજકુર ઇસમને ઉભો રાખી ચેક કરતા તેની પાસે એક કાળા કલરની સ્કુલ બેગ હોય જે સ્કુલ બેગની અંદર તપાસ કરતા તેની અંદર ઘણા બધા મોબાઇલ જોવામા આવેલ જે મોબાઇલ બાબતે મજકુર ઇસમને પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરતો હોય અને કોઇ સંતોસ કારક જવાબ આપતો ન હોય અને આ મોબાઇલ બાબતે તેની પાસે કોઇ આધાર પુરાવા કે બીલ હોય તો રજુ કરવા અંગે જણાવતા આવા કોઇ બીલ કે આધાર પુરાવા પોતાની પાસે નહિ હોવાનુ જણાવતો હોઇ.

આ મોબાઇલ તેણે ચોરી/છળકપટ કરીને કોઇપણ જાતના બીલ કે આધાર પુરાવા વગરના શંકાસ્પદ મોબાઇલ ફોન લઇને વેચાણ કરવાના ઇરાદે નિકળેલ હોય અને મજકુર ઈસમની પુછપરછ કરતા તેની પાસેથી મળી આવેલ જુદી જુદી કંપનીના મોબાઈલ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમા આવતી અલગ અલગ જગ્યાઓ જંગવડ,ખારચીયા,વિરનગર તથા કચ્છ-ભુજની સીમ વિસ્તાર માથી ચોરી કરેલાનુ જણાવતો હોય જે ચોરી કરેલ આધાર પુરાવા કે બીલ વગરના સાત મોબાઈલ તથા એક મો.સા. તથા રોકડ રૂપીયા ૪૭,૭૭૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પકડાયેલ ઈસમ વિરૂધ્ધ ધોરણ સરની કાર્યવાહી કરેલ છે તેમજ આ બાબતે રાજકોટ ગ્રામ્ય તથા કચ્છ ભુજ કંટ્રોલ રૂમ ખાતે સદરહુ ઘટતી કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.  

પકડાયેલ આરોપીની વિગત : આદમખાન બાદરખાન પઠાણ ઉ.વ.૩૦ ધંધો.મજુરી રહે.સામખીયાળી તા.ભચાઉ જી.કચ્છ-ભુજ 

પકડાયેલ આરોપીનો ગુનાહીત ઈતીહાસ : ભચાઉ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦૪૨૧૦૨૧૬/૨૦૨૧ આઈ.પી.સી. ક. ૩૭૯,૪૫૭ મુજબ   

પકડાયેલ મુદામાલ : (૧) સાત અલગ અલગ કંપનીના એન્ડ્રોઈડ તથા સાદા મોબાઈલ જેની કીં.રૂ.૫૨,૦૦૦/-(૨) એક હીરો કંપનીનુ કાળા તથા બ્લુ કલરનુ મો.સા. જેના GJ-12-EK-5172 જેની કીં.રૂ.૪૫,૦૦૦/-(૩) રોકડા કુલ કિ. રૂ ૪૭,૭૭૦ /- કુલ મુદ્દામાલ કી.રૂ. ૧,૪૪,૭૭૦/- 


આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની સુચનાને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ શ્રી પી.એ.જાડેજા તથા સર્વેલન્સ ટીમ દ્વારા કરવામા આવેલ છે.  

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/