fbpx
અમરેલી

બિન વારસી પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝના નિયત્રણ અર્થે રસીકરણની ઝુંબેશ કરવામાં આવી

માન. કલેક્ટર સાહેબશ્રી ગૌરાંગ મકવાણા અને માન. જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી દિનેશ ગુરવની સુચના થી તેમજ નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. એસ. બી. કુનડીયા અને મદદનિશ પશુપાલન નિયામકશ્રી ડો. ડી. એલ. પાલડીયા ના માર્ગદર્શન હેઠળ ડો. જી. એસ. ગૌસ્વામી, પશુચિકિત્સા અધિકારી પશુદવાખાના અમરેલી અને ડો. એસ. જી. માલવિયા પશુચિકિત્સા અધિકારી, ભૂર્ણ સંક્રમણ કાર્યક્રમ, વરુડી તા. અમરેલી દ્રારા અમરેલી શહેરના બિન વારસી તમામ પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ ના નિયત્રણ અર્થે રસીકરણની કામગીરી ઝુંબેશના રૂપમાં કરવામાં આવી રહી છે.

          આ કામગીરી અર્થે જ્યારે અમરેલી જિલ્લા ગૌ સંવર્ધનસેલ અને વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ ના પ્રમુખશ્રી પ્રશાંતભાઈ ચુડાસમાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કોઈપણ બાબતનો વિચાર કર્યા સુધા તેમની ટીમના તમામ સભ્યો પશુપાલન ટીમ સાથે પૂર્ણ સહકારથી કામગીરી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો, જેના પરિણામે પશુપાલન ટીમના સભ્યો ચિરાગભાઈ કાનપરિયા, ભરતભાઈ પરમાર, દીપકભાઈ પટેલ, પંચાલભાઈ, વિજયભાઈ હિરપરા, વિપુલભાઈ બાવીશી, હર્ષદભાઈ ગોસાઈ, ઉમંગ ગોહિલ, અખિલ જોગાણી, હર્ષ પટેલ અને મનીષ ચૌહાણ દ્રારા અમરેલી જિલ્લા ગૌ સંવર્ધનસેલ અને વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ ના સભ્યો અજયભાઈ રામાણી, માધવભાઈ રાઠોડ, ગૌરવભાઈ કંડોળીયા, દીપકભાઈ પાનેલીયા, નિકુંજભાઈ રાઠોડ, ધર્મશભાઈ ધંધુકિયા, સુરેશભાઈ વરુ, આદિત્યભાઈ, મહેશભાઈ, કિશનભાઈ કાકરેચા, કુલદીપભાઈ, ભૌતિકભાઈ ધડુક, ઉત્સવભાઈ સોલંકી, મયુરભાઈ અગ્રાવત, દર્શનભાઈ વઢવાણા, સુમિતભાઈ ડાભસરા અને અભયભાઈ પરમાર સાથે મળીને અમરેલી શહેરના અંદાજીત ૩૦૦૦ બિન વારસી પશુઓમાં શહેરના વિવિધ વિસ્તારમાં રાત્રીના ૩ વાગ્યા સુધી સતત સાત દિવસ સુધી ફરીને શક્ય તેટલા તમામ પશુઓમાં લમ્પી સિકન ડીસીઝના નિયત્રણ અર્થે રસીકરણની કામગીરી કરવામાં આવેલ છે.

          આ કામગીરીના ભાગ રૂપે રસીકરણ થઈ ગયેલ પશુઓના શીંગડાને ટેમ્પરરીલી કલર માર્કિંગ કરી પશુઓને ઓળખ ચિહ્ન પણ આપવામાં આવેલ છે. તેમજ રસીકરણ ની ઝુંબેશમાં શહેરના લાઠી રોડ, ચિતલ રોડ, માણેકપરા, લીલીયા રોડ, સંકુલ રોડ અને જેસીંગપરા વિગેરે જેવા તમામ વિસ્તારના બિન વારસી પશુઓને રસીકરણ થી સુરક્ષિત કરવામાં આવેલ છે. આ કામગીરીમાં વિવેકભાઈ તળાવીયા દ્રારા વિશેષ યોગદાન આપવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/