fbpx
અમરેલી

અમરેલી ગુર્જર ક્ષત્રિય કડિયા સેવા સંઘ દ્વારા શ્યામ  શરદોત્સવની ભવ્ય ઉજવણી  કરવામાં આવી

અમરેલીમાં શ્યામ વાડી લીલીયા રોડ ખાતે અમરેલી ગુર્જર ક્ષત્રિય કડિયા સેવા સંઘ આયોજીત લીલીયા  રોડ ખાતે  શરદપૂનમની રાતે ભવ્ય પરંપરાગત શરદોત્સ્વ ઉજવણી કરવામાં આવી હતી., આભવ્ય રાસોત્સ્વમાં  sp ગ્રુપના પ્રતીક ગેડિયા ના ઓરકેસ્ટ્રા સાઉન્ડ અને dj ભાવિનના સથવારે કડીયા સમાજના ખૈલેયા અને ફિલ્મ અને ટીવી ક્ષેત્રની હસ્તીઓ ગરબે ઘૂમી હતી અને રાસની રમઝટ બોલાવી  હતી દાંડીયા ૨ાસમાં ભાગ લેનાર ખૈલેયાઓને આકર્ષક ઈનામો આપવામાં આવયા હતા. 1st પ્રિન્સ સાગર ગોહેલ1st પ્રિન્સેસ ભૂમિ ગોહેલ જાહેર કરવામાં આવ્યા હતા તેમજ શરદોત્સ્વ પ્રસંગમાં પધારેલ કડીયા સમાજના સાવજ  સમાજના સુખ. દુખમાં લેનારા દાનવીર એવા કમલેશ ભાઈ ચૌહાણ અને જીલ્લા પોલીસવડા હિમકરસિંહ સાહેબનું શાહી સન્માન અને વેલકમ એન્ટ્રી કરવામાં આવી હતી  તેમજ કમલેશ ભાઈ અને જીલ્લા પોલીસવડા તેમજ કમલેશ ભાઈ ના ધર્મપત્નિ મનીષાબેનનું ફૂલહાર અને શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા અમરેલીના ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણીનું પણ કડિયા સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓ દ્વારા પણ આ કાર્યક્રમમાં યોગદાન આપવામાં આવ્યું હતું તેમજ સાવરકુંડલા ચલાલા તેમજ ખાંભા અને વાસાવડ ગાવડકા મુંબઈ. અમદાવાદ. સુરત.સમાજના આગેવાનોનું અમરેલી ગુર્જર ક્ષત્રિય કડિયા સેવા સંઘ તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા  શાલ ઓઢાડી પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું આં શરદોત્સવ કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર એવા કાવેરી ગોળના સુનિલભાઈ ગેડિયા અને નાસીરભાઇ ટાંક અને અને ભૂમિ ગ્રુપના મુકેશભાઈ ટાકનું પણ પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ બીજા સ્પોન્સર નીલકંઠ જ્વેલર્સના શ્રી કેતનભાઇ ધોળકિયા નું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તમામ સ્પોન્સર દ્વારા યોગદાન આપવામાં આવ્યું હતું. જ્યારે ઉદ્યોગપતિ બિલ્ડર અને કડિયા સમાજના સાવજ અને દાનવીર એવા કમલેશભાઈએ 51,000 ની સહયોગ રાશિ આપી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો અને મહેમાનોએ સંઘભાવના સાથે દુધ પૌવાની મીજબાની માણી હતી આ શરદોત્સવમાં  મુખ્ય મહેમાન કડિયા સમાજના સાવજ એવા બિલ્ડર કમલેશભાઈ બાબુભાઈ ચૌહાણે હાજરી આપી સમાજના યુવાનોને પ્રેરણા અને ઉર્જા આપી હતી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અમરેલીના પ્રમુખ મનસુખભાઇ ગેડીયા હરજીવનભાઇ ટાંક કાર્યકારી અધ્યક્ષ મનસુખભાઈ ચૌહાણ ઉપપ્રમુખ  તેમજ ટ્રસ્ટી અને જિલ્લા ભાજપના મંત્રી જયેશભાઈ ટાંક નું  વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આં તકે ગુર્જર ક્ષત્રિય કડિયા સેવા સંઘના ખજાનચી એવા ચેતનભાઇ ચૌહાણનું સૌએ તેડી લઈને ફુલહાર અને સાલોઢાડી સન્માન કર્યું હતું તેમજ ગુર્જર ક્ષત્રિય કડિયા સેવા સંઘના કાર્યકારી અધ્યક્ષ હરેશ બી ટાંક નું પણ સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુરેશભાઈ સોલંકીનું સાફો બાંધી અને તલવાર આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

તેમજ ફિલ્મ અને ટીવી. ક્ષેત્રની હસ્તીઓ કુ. નિધી મારૂએ ગરબા ગાઈનેસહુને મંત્રમુગ્ધ કર્યા હતા અને રાસે રમ્યા હતા ટીવી એકટ્રેસ, પ્લેબેક સીંગર  ખુશ્બુ પટેલે સહું ની સાથે રાસ લીધા હતા  ફ઼િલ્મ અભિનેતા  જુ. નાના પાટેકરે  ફિલ્મડાયલોગ  બોલીને  સહુને પાનો ચડાવ્યો હતો  ફિલ્મ સેલીબ્રિટીઓનું મોમેંટો આપી સન્માન કરવામાં આવ્યું હતું કરાઓકે સિંગર કૌશિકભાઈ કે. ટાંકે રફીના ગીતોગાયા હતા  આ કાર્યક્રમમાં અમરેલી કડિયા સમાજના ટ્રસ્ટી મંડળના સભ્ય અને ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અમરેલીના પ્રમુખ મનસુખભાઇ ગેડીયા હરજીવનભાઇ ટાંક કાર્યકારી અધ્યક્ષ મનસુખભાઈ ચૌહાણ ઉપપ્રમુખ રમણિકભાઇ મારૂ ખજાનચી વાલજીભાઇ ટાંક સભ્યશ્રી રવજીભાઇ કાચા સભ્યશ્રી કેશુભાઇ ચાવડા સભ્યશ્રી કૌશિકભાઇ ટાંક મંત્રી જયેશભાઇ ટાંક સભ્યશ્રી ભીખુભાઇ ટાંક સભ્યશ્રીઑ વિશેષ હાજરી આપી યજમાન પદે ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન્કરિંગ પત્રકાર હરેશ ટાંક દ્વારા  કરવામાં આવયુ હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા કડિયા સેવા સંઘના હોદ્દેદારોસુરેશભાઇ આર.સોલંકી પ્રમુખ હરેશભાઇ બી. ટાંક – કાર્યકારી અધ્યક્ષ બાબુદાસ. કિશોરભાઇ એમ. આજુગીયા – ઉપપ્રમુખ અશ્વિનભાઇ એન. વાઢેર – મંત્રી કૌશિકભાઇ પી. રાઠોડ- સહમંત્રીધવલભાઇ જી. મારૂ – સંગઠનમંત્રી ચેતનભાઇ એમ. ચૌહાણ – ખજાનચી પ્રકાશભાઇ એલ. પરમાર – સહખજાનચી ઘનશ્યામભાઇ એચ. ગેડીયા – મીડીયા કન્વીનર મહેશભાઇ એચ. સોંડીંગલા- કા.સભ્ય મુકેશભાઇ મંડોરા – કા.સભ્ય નૈમિષભાઇ એ. ગોહેલ – કા.સભ્ય ગોપાલભાઇ સી. ટાંક – કા.સભ્ય નૈમિષભાઇ કાચા – કા.સભ્ય ધર્મેન્દ્રભાઇ એલ. કાયા – કા.સભ્ય પંકજભાઇ એચ. મારૂ – કા.સભ્ય મહેશભાઇ બી. જેઠવા – કા.સભ્ય અજયભાઇ જે. ટાંક – કા.સભ્ય  જયદીપભાઇ પી. રાઠોડ – કા.સભ્ય તેમજ ગુજરાત શ્યામ યુવક મંડળના પ્રમુખ વિજયભાઈ મારુ તેમજ ઉપપ્રમુખ હરેશભાઈ ટાંક ચકાભાઇ તેમજ કેળવણી મંડળના રમણીકભાઈ રવજીભાઈ કાચા તેમજ  SGKKS Naari group of amreli ના ધર્મિષ્ઠા એચ ટાંક કૃપાલીબેન ચૌહાણ અલ્પાબેન મંડોરા ખુશાલીબેન ટાંક ભૂમિં બેન પોરિયા કિરણબેન ટાંક.આશાબેન ટાંક. તેમજ આ કાર્યક્રમના સહભાગી તમામ ગ્રુપો  દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં અમરેલી કડિયા  સમાજની વિશાલ સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી  તેમ ગુર્જર ક્ષત્રિય કડિયા સેવા સંઘના કાર્યકારી અધ્યક્ષ હરેશ બી.ટાંક ની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/