fbpx
અમરેલી

‘અવસર લોકશાહીનો’ અભિયાન હેઠળ મતદાર જનજાગૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવશે

ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨ દ્વારા ‘અવસર લોકશાહીનો’ અભિયાન જાહેર કરવામાં આવ્યું છે. ‘AVASAR’ એટલે ‘All Voters-Spirited Aware Responsible’ અભિયાનો મુખ્ય હેતુ મતદાર રજિસ્ટ્રેશન અને મતદાનની ટકાવારી વધારવાનો છે. આ અભિયાન અંતર્ગત ૧૦ વિષયો આવરી લેવામાં આવ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જનજાગૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવશે. દિવાળીના તહેવારો દરમિયાન જિલ્લા, તાલુકા અને નગરપાલિકા મથકો પર તેમજ ખાણી પીણીની બજારો, મોલ-મલ્ટીપ્લેક્સ અને મુખ્ય જાહેર સ્થળો પર ખરીદી અર્થે બહોળી સંખ્યામાં નાગરિકો અને નગરજનો જોડાતા હોય છે. આવાં સ્થળો પર મતદાર  જનજાગૃત્તિ અભિયાન અંતર્ગત પોસ્ટર્સ, બેનર્સ, લગાવવામાં આવશે. તદઉપરાંત ‘સેલ્ફ બુથ,’  ‘પ્લેજ કેમ્પેઇન’ જેવાં રચનાત્મક કાર્યક્રમો યોજી અને મતદાન માટે નાગરિકોને પ્રેરિત કરવામાં આવશે. અમરેલી જિલ્લામાં પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ જાહેર સ્થળો પર મતદાર જનજાગૃત્તિ કાર્યક્રમો યોજવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/