fbpx
અમરેલી

e-FIR દ્વારા દાખલ થયેલ ચોરીના ગુનામાં એક ઈસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ગુજરાત સરકારીશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી , વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવુ ન પડે , અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e – FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે . જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી , ગુજરાત રાજય , ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઈલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી e – FIR અન્વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે .

ગુનાની વિગતઃ ગઇ તા .૨૭ / ૦૧ / ૨૦૨૩ ના રોજ અમરેલી શહેરમાં નાગનાથ સર્કલ પાસેથી રોહીતભાઇ વિનુભાઇ મકવાણા , રહે.લાઠી , તા.લાઠી , જિ.અમરેલી વાળાના ભાઇનો મોબાઇલ ફોન કિ.રૂ .૭,૦૦૦ / – નો કોઇ અજાણ્યો ચોર ઇસમ ભીડનો લાભ લઇ ચોરી કરી લઇ ગયેલ હોય , જે અંગે રોહીતભાઇ દ્વારા e – FI કરાવેલ હોય , જે e – FIR અંગે ખરાઇ કરી , તેના પરથી અમરેલી સીટી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૩૨૩૦૦૪૭ / ૨૦૨૩ , ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી . કરવામાં આવેલ .

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા e – FIR દ્વારા દાખલ થયેલ અનીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામા e – FIR થી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી , નાગરિકોના ચોરાયેલ વાહન , મોબાઇલ ફોન તેમને પાછા મળે , તે માટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . શ્રી એ . એમ . પટેલ તથા એલ.સી.બી. ટીમ ને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ .

ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે એલ.સી.બી. ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને ગઇ કાલ તા .૧૪ / ૦૨ / ૨૦૨૩ નાં રોજ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન અમરેલી , લાઠી રોડ ઉપરથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા , પકડાયેલ ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

પકડાયેલ આરોપીની વિગતઃ અજય અમૃતભાઇ પાનવાડીયા , ઉ.વ .૨૫ , રહે.અમરેલી , લાઠી બાયપાસ રોડ , તા.જિ.અમરેલી .

રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ એમઆઇ કંપનીનો રેડમી નોટ ૮ મોબાઇલ ફોન કિં.રૂ .૭,૦૦૦ / – નો મુદ્દામાલ

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના હેડ કોન્સ . અજયભાઇ સોલંકી તથા પો.કોન્સ . ઉદયભાઇ મેણીયા , તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/