fbpx
અમરેલી

 ધોકડવા ગામે A.C. સુવિધાયુકત જાહેર શૌચાલય ખજૂરભાઈ ફેમ ના હસ્તે ચાલુ કરવામાં આવેલ

ધોકડવા ગામ જે ગીર જંગલમાં આવેલ ગામ છે. આમ જોઈએ તો ગીરના ખોળામાં આવેલ ગામ કહેવાય.. ત્યાં હાલ એક સારા સમાચાર  લાગે તેવા છે કે ત્યાં ગુજરાતનું સૌપ્રથમ A.C. સુવિધાયુકત જાહેર શૌચાલય નીતિન જાની (ખજૂરભાઈ ફેમ)ના હસ્તે ચાલુ કરવામાં આવેલ છે. અને જો પર્યાવરણની દ્રષ્ટિએ જોઈએ તો ખુબજ માઠા સમાચાર ગણાય કે આવા ગીરના ગામોમાં જો આવા શૌચાલયની જરૂર પડશે તો હવે ભવિષ્યમાં વાતાવરણમાં કેટલો ફેરફાર થશે એ સમજવું પણ મુશ્કેલ હશે.

જો હવે આપડે પર્યાવરણનું સંવર્ધન નહી કરીએ તો આ માણસે બનાવેલા A.C. જેવી ટેકનોલોજી કેટલો સમય સપોર્ટ કરશે. એક દિવસ આ પણ કામ કરતું બંધ થઈ જશે. તો સર્વેને વિનંતી છે કે આવા ખર્ચાળ A.C ની સામે થોડો આર્થિક સહયોગ પર્યાવરણ માટે પણ આપીએ. અને પર્યાવરણના સંવર્ધનમાં આપડે પણ સહભાગી બનીએ .

:આપડાથી થઈ શકે તેવા કામો :

– સિંગલ યુઝ પ્લાસ્ટિક ના વાપરીએ

– વૃક્ષો વાવી તેનું જતન કરીએ

– પક્ષીઓ માટે પાણી તથા રહેવાની વ્યવસ્થા ઉભી કરીએ

– મધમાખીના પુડાને છંછેડિયે નહી

– પાણીનો બગાડ ન  કરીએ

– જરૂર પૂરતાં વાહનનો જ ઉપયોગ કરીએ વિકલ્પમાં ઇલેક્ટ્રિક સંચાલિત બાઈકનો  ઉપયોગ કરીએ

– ખેતીમાં ઓર્ગેનિક પદ્ધતિથી વાવેતર લઈએ 

જો કરવું હોય તો એટલું જરૂરથી દરેક વ્યક્તિ કરી શકે. બાકી માનવજાતનો વિનાશ જોવા તૈયાર રહો. લગભગ આ વખતની ગરમી જ માનવજાતને પરેશાન કરવા પર્યાપ્ત હશે.. પછી આવતાં દિવસોનું તો પૂછવું જ શું? ઓછામાં પૂરૂં આ વર્ષે અલનીનોની અસરને લીધે દેશમાં વરસાદનું પ્રમાણ પણ ઓછું જોવા મળશે એવી સંભાવના સેવાઈ રહી છે… આગળ તો ઈશ્વર જાણે.. પ

રંતુ એક વાત તો નિશ્ચિત છે કે હવે આ આર્ટિફિશિયલ મશીનના યુગમાં કુદરત સમીપે જવાનો સમય આવી ચૂક્યો છે.. આજે નહીં જગાય તો પછી મોડું થતાં પણ વાર નહીં લાગે.. પછી આભે થીંગડાં દેવાનો કોઈ અર્થ નહીં સરે.. શક્ય એટલો આર્ટિફિશિયલ મશીનરીનો લઘુત્તમ ઉપયોગ અને કુદરત તરફ પરત ફરવાનો સમય હવે પછી ક્યારે મળશે? એ તો ઈશ્વર જાણે.. સમજ્યા ત્યાંથી સવાર એમ સમજીને પ્રકૃતિનું જતન કરશો તો પ્રકૃતિ જ કદાચ માનવજાતને બચાવી શકે..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/