ધોરણ ૧૦ની પરીક્ષામાં મોરંગી ગામના વિદ્યાથી જલાલી મિસમઅબ્બાસ કૌશરઅલી બોર્ડમાં 91.5%

રાજુલા તાલુકાના મોરંગી ગામની ધોરણ 10માં અભ્યાસ કરતા જલાલી મીસમઅબ્બાસ કૌશરઅલી એ ધોરણ 10ની પરીક્ષામાં 99.46 પી.આર. મેળવી 91.50% ટકા સાથે જલાલી પરિવાર, મોરંગી ગામ તથા સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. પિતા કૌશરઅલી મંડપ ઉદ્યોગમાં સંકળાયેલા છે. મીસમઅબ્બાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે શાળાનું સચોટ માર્ગદર્શન અને દરરોજ નિયમિત 8-9 કલાકનું વાચન આ સિદ્ધિ માટે કારણભૂત છે. તેણે સાયન્સ પ્રવાહમાં ઉચ્ચ ગુણાંકો મેળવી ઇજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી ઇજનેર બનવાની મહેચ્છા વ્યક્ત કરી છે.
Recent Comments