fbpx
અમરેલી

પટેલ સમાજના શૈક્ષણિક ઉત્થાન માટે કાર્યરત સરદાર ધામ અમરેલી જિલ્લા ટીમની વરણી કરવામાં આવી

સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના મુદ્રાલેખ સાથે કામ કરતી સરદાર ધામ સંસ્થા અનેક લોકો અને સમાજ માટે પ્રેરણારૂપ છે. સરદાર ધામ આજે શિક્ષણનું ધામ બન્યું છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં સંસ્થાના સંકુલો તૈયાર થઈ રહ્યા છે. સંગઠિત સમાજ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં કઈ રીતે સહભાગી બની શકાય તેનું ઉત્તમ ઉદાહરણ સરદાર ધામ છે. યુવાઓને યોગ્ય દિશા આપીને ઘડતર માટે પ્લેટફોર્મ પુરૂ પાડવું તો ઉદ્યમી, વ્યવસાયિક સાહસિકો માટે ઇન્ટરનેશનલ લેવલ નું એકઝીબિશન અને એક્સ્પો પણ સરદાર ધામ દ્વારા કરવામાં આવે છે. 

પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરિયાના વડપણ હેઠળ કાર્યરત સરદાર ધામની અમરેલી જિલ્લાની ટીમની જાહેરાત આજરોજ કરવામાં આવી છે. જેમાં જિલ્લા કન્વીનર તરીકે સામજિક અગ્રણી શ્રી રાજેશભાઈ માંગરોળીયા અને સહ કન્વીનર તરીકે શ્રી સંજયભાઈ માલવિયા, શ્રી પ્રહલાદભાઈ વામજા, શ્રી હસમુખભાઈ પટેલ અને શ્રી દિવ્યેશ વેકરિયાની વરણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા યુવા તેજ કન્વીનર તરીકે શ્રી ધર્મેશ વીસાવળિયા અને સહ કન્વીનર તરીકે શ્રી રજનીકાંત બોરસાણીયા, શ્રી મનીષ દેસાઈની નિમણુક કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લા GPBO કન્વીનર તરીકે શ્રી રાકેશ નાકરાણી અને સહ કન્વીનર તરીકે શ્રી ભુપતભાઈ સાવલિયાની નિમણુક કરવામાં આવી છે.

આગામી સમયમાં તાલુકા કક્ષાએ ગ્રામ્ય સ્તરની સમિતિની રચના કરવી અને સરદાર ધામના પ્રક્લપોને છેવાડાના ગામ સુધી પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/