fbpx
અમરેલી

કોમર્સ કોલેજ અમરેલીમાં ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ટેલિકોમ્યુનિકેશન ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજ – અમરેલીમાં ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા Telecom Regulatory Authority Of India અનુદાનિત ટેલિકોમ્યુનિકેશન ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ આયોજિત થયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તજજ્ઞોનું શાબ્દિક સ્વાગત એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર પ્રા.જે.એમ.તળાવિયાએ કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટયથી થઈ હતી. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.એમ.એમ.પટેલે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમની રૂપરેખા ડો.ધીરુભાઈ ધંધુકિયાએ આપી હતી. ટ્રાઈ ના પ્રતિનિધિ દેવર્ષીભાઈ ઓઝાએ ટેલિકોમ્યુનિકેશન સેવાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. આ તકે સુશ્રી શશીકલાબેન ધંધુકિયા, સુશ્રી જાનકીબેન પંડ્યા અને સુશ્રી મીનાબેન ચોકસી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. કાર્યક્રમને અંતે પ્રા.ડો.જે.ડી.સાવલિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું આયોજન અને સંચાલન એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર  પ્રા.જે.એમ.તલાવીયા અને પ્રા.ડો.એ.બી.ગોરવાડિયાએ કર્યું હતું. કાર્યક્રમના અંતે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમ આઈ.ક્યુ.એ.સી.કોઓરડીનેટર પ્રા.ભારતીબેન ફિનવીયાએ જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/