fbpx
અમરેલી

આગામી રવિવારે જિલ્લાના તમામ ગામમાં ‘એક તારીખ એક કલાક’ સ્વચ્છતા શ્રમદાનનો મહાયજ્ઞ યોજાશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં શરૂ થયેલ ‘સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત આગામી ૦૧ ઓક્ટોબર,૨૦૨૩ ને રવિવારના રોજ અમરેલી જિલ્લા સહિત સમગ્ર દેશમાં ‘એક તારીખ એક કલાક’  સ્વચ્છતા શ્રમદાનનો મહાયજ્ઞ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ ગામમાં અને નગરપાલિકા સ્તરે સ્વચ્છતા અભિયાન હેઠળ સફાઈ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.

       આ બેઠકના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વસ્તાણીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા જિલ્લાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આગામી ૦૧ ઓક્ટોબરના રોજ દેશવ્યાપી કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સમગ્ર દેશના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ જોડાવાના છે. અમરેલી જિલ્લામાં તમામ ગામમાં અને નગરપાલિકામાં નિયત કરેલ સ્થળો પર જેમાં શાળાઓ, સરકારી કચેરીઓ, જાહેર જગ્યાઓ, ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો, નદી-તળાવ વગેરે જેવા બ્લેક સ્પોટ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં નાગરિકો મોટી સંખ્યા જોડાય અને સ્યંભૂ શ્રમદાન કરે તેવો આશય છે.

      કાર્યક્રમ અંતર્ગત એક કલાકના શ્રમદાન દ્વારા નિયત કરેલી જગ્યાની સાફ સફાઈ કરી અને કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવશે. આ માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું છે અને તમામ ગામના અને નગરપાલિકામાં વોર્ડ દીઠ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. નાગરિકો ‘સ્વચ્છતા હી સેવા’ પોર્ટલ પરથી આગામી ૩૦ તારીખ સુધીમાં કાર્યક્રમના સ્થળોની જાણકારી મેળવી સહભાગી થઈ શકે છે.

     બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયેલા અધિકારીશ્રીઓને તેમણે કરવાની કામગીરી અંગે વિગતે સૂચના આપવામાં આવી હતી. કાર્યક્રમના સ્થળે હેન્ડગ્લવ્ઝ, માસ્ક અને સાફ સફાઈ કરવા માટે સાધનોની પૂરતી વ્યવસ્થા કરવા માટે કાળજી રાખવા વિષયક વિશેષ સૂચનાઓ પણ આપવામાં આવી હતી. કાર્યક્રમ સમાપ્ત થયે યોગ્ય કામગીરી સંપન્ન કરવાની તકેદારી રાખવા માટે તેમજ કાર્યક્રમના સ્થળે પ્લાસ્ટિક સહિતનો અન્ય કચરો ન થાય તે જોવા માટે પણ સૂચન કરવામાં આવ્યું હતુ.

    આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જિલ્લાના પ્રાંત અધિકારીશ્રી, વિવિધ તાલુકાના મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી તેમજ સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/