fbpx
અમરેલી

હીરા ની દિશા ને પેલ કોણ પાડશે ? હીરા ની ચમક ને યુદ્ધ થી ઝાખપ લાગી. મંદી માં હીરા ઉદ્યોગ ની ફિકર કરતા ડો કાનાબાર સાહેબે ચિંતા વ્યક્ત કરતું ટ્વીટ કર્યું

અમરેલી જિલ્લા માં આમ તો મોટા કોઈ મોટા ઉદ્યોગ ગૃહ કે ચિસાઈ યોજના નથી આકાશી રોજી જેવા ગણાતા હીરા ઉદ્યોગ ના કારણે થોડી ઘણી ચમક છે પરોક્ષ કે પ્રત્યેક્ષ આપ બળે આગળ વધી હીરા ઉદ્યોગ દ્વારા હજારો હાથ ને હુન્નર પૂરું પાડી રોજગારી આપતો દુજણી ગાય જેવો હીરો ઉદ્યોગ અત્યારે યુદ્ધ ના કારણે ખૂબ મુશ્કેલી માં છે ત્યારે લાખો રત્નકલાકારો અને કારખાનેદારો ચિંતા માં છે  (હિરા ની દિશા ને પેલ કોણ પાડશે ?) તેવી ચિંતા સૌ કોઈ ને સતાવી રહી છે પછી નાના મોટા દરેક વેપાર ધંધા રોજગાર હીરા ઉદ્યોગ આધારિત છે હીરા ની મંદી દરેક ને અસર કરે છે પણ ધૈર્ય રાખો સમય સ્થિર રહેતો નથી પહેલા રશિયા-યુક્રેન અને હવે ઇઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે ડાયમંડ ઉધોગ મંદીનો સામનો કરી રહ્યો છે.

પોલિશ્ડ તૈયાર માલનો ભરાવો ખાલી કરવા હીરા ઉધોગ દ્વારા આગામી ૨ મહિના સુધી રફ ડાયમંડના નવા ઈમ્પોર્ટ પર સ્વૈચ્છીક પ્રતિબંધ લાવ્યો છે સુરતમાં ૬ લાખ હીરાના કારીગરો છે એકલા અમરેલી શહેરમાં ૧૬૩ કારખાના છે જેમાં આશરે ૯૫૦૦ કારીગરો કામ કરી રહ્યા છે. સમગ્ર અમરેલી જિલ્લામાં ૧૦૦૦ થી વધુ કારખાનામાં આશરે ૪૭૦૦૦ કારીગરો આ ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે.લાઠી બાબરા દામનગર સહિત સમગ્ર જિલ્લા માં હીરા ઉદ્યોગ એક માત્ર મુખ્ય રોજગારી નું ધીમું પણ કાયમી સ્ત્રોત છે ચિસાઈ નહિ હોવા થી ચુકી ખેતી સિઝન માં નાની મોટી થોડી રોજગારી આપી શકે પણ કાયમી નહીં અત્યારે હીરા માં માર્જિન ઘટી જતા કારખાનાના માલિકોને મુશ્કેલી પડી રહી છે

આમ છતાં ઘણા નાના કારખાનેદારો પોતાના કારીગરોને નિભાવવા નાની-મોટી ખોટ  ભોગવીને પણ કામ ચાલુ રાખી રહ્યા છે.ત્યારે આકાશી રોજગારી જેવા આ ધંધા ના કારણે થોડી ઘણી ચમક છે તેમાં પણ યુદ્ધ ના કારણે ઝાખપ આવી રહી છે રત્ન કલાકારો પ્રત્યે ડો કાનાબાર સાહેબે ચિતા વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ લાખો રત્નકલાકાર ધૈર્ય રાખો તડકા પછી છાયો અને છાયા પછી તડકો આવ્યા કરે છે કપરી મંદી ની સ્થિતિ માં કરકસર કરો ખોટા ખર્ચ થી બચો જ્યાં જરૂર હોય તેના થી ઓછો ખર્ચ કરો રડે તેવી બાબત માં રોડવો મોંઘાદાટ મોજશોખ કે વ્યસન ફેશન દેખાદેખી ઉપર અત્યારે નિયંત્રણ મુકો એક મેક ના પૂરક બનો “એક થઈ ને રહી નેક થઈ ને રહી સત્ય સામે સર ઝુકાવી દઈ એ અન્યાય કદી પણ નહિ સહી એ” આવતા સમય માં સુધારો આવશે ધૈર્ય પૂર્વક સમય પસાર કરવા સિવાય છૂટકો નથી હીરા ઉદ્યોગ ના વેપાર મથક ગણાતું ઇઝરાયલ પણ હમાસ સામે  ના ભયંકર યુદ્ધ માં સપડાયું છે પહેલા રશિયા પણ યુકેન સામે યુદ્ધ માં સપડાતા રશિયા અને ઇઝરાયલ બંને તૈયાર હીરા કે રફ ડાયમંડ ના હબ ગણાય  દેશો માં યુદ્ધ ચાલી રહ્યા છે તે ખૂબ ચિતા નો વિષય છે  તૈયાર હીરા  કે કાચી રફ બંને કામકાજ ઠપ હોવા થી હીરા ઉદ્યોગ મુશ્કેલી નો સામનો કરી રહ્યો છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/