fbpx
અમરેલી

વિશ્વ દિવ્યાંગ દિવસે કર્મયોગીની કહાની

વિશ્વ દિવ્યાંગ દિવસે કર્મયોગીની કહાની.. ભરતભાઈ વાઢેર તેમજ જોનીભાઈ તરીકે ઓળખાતા બંને પગે વિકલાંગ ભાઈઓની ખુમારીથી સ્વબળે જાતમહેનત કરીને જીવન વિતાવતાં એ દિલદાર અને ગુલાબી વ્યક્તિઓના ઉત્સાહ, ઉમંગ અને જીવનને મનભરીને માણતાં એ વ્યક્તિઓને શત શત પ્રણામ. હૌંસલા બુલંદ હો, તો કુછ ભી મુમકિન હૈ, કોશિશ કરને વાલોં  કી કભી હાર નહીં હોતી, યે જીવન એક કુરુક્ષેત્ર હૈ, હોંસલોંસે હી જીવન કી નૈયા પાર હોતી હૈંઆજે વિશ્વ દિવ્યાંગ  દિવસે  સાવરકુંડલાના એ વ્યક્તિઓની યાદ તો અવશ્ય આવે.. ભરતભાઈ વાઢેર અને જોનીભાઈ જે બંને પગે વિકલાંગ છે છતાં પોતે જાતમહેનત કરીને ખૂબ જ ખુમારીથી જીવન વ્યતિત કરે છે.

સાવરકુંડલાના દેવળા ગેઈટ પાસે રહેતા ભરતભાઈ બંને પગે વિકલાંગ છે છતાં આખો દિવસ મહેનત કરે છે અને મહેનતને જ પોતાનું જીવન સમજે છે અરજી લખવાથી માંડી કોમ્પ્યુટર સુધીનું કામ કરી ભરતભાઈ પોતાનું ગુજરાન ચલાવે છે. જીવનના અનેક કડવા પ્રસંગોનો ખૂબ જ બહાદૂરીપૂર્ક સામનો કરી ખુદારી ભર્યું જીવન વ્યતિત કરી રહ્યા છે.. જ્યારે જોનીભાઈ પણ સ્ક્રીન પ્રિન્ટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હાલ મહુવા રોડ પર તેમની દુકાન આવેલ છે. જો કે હાલના ડીઝીટલ યુગમાં આ વ્યવસાયમાં મંદીનો માહોલ છે. છતાં જોનીભાઈ એનો સામનો પણ હસ્તે મુખે કરતા જોવા મળે છે.

સાવરકુંડલા શહેરની તલસ્પર્શી માહિતી જોતી હોય તો જોનીભાઈ પાસેથી પ્રાપ્ત થાય. વળી સતત હસતાં ચહેરા સાથે દુનિયાભરની વાતોને હૈયામાં ધરબીને બેઠેલા આ વ્યક્તિને પણ એક વખત તો અવશ્ય મળવા જેવું ખરું. પોતાના આંગણે આવેલ કોઈ પણ મુલાકાતીને ચાપાણી પણ ખૂબ જ પ્રેમભાવથી પીવડાવતાં જોનીભાઈ એટલે આમ ગણીએ તો ગુલાબી સ્વભાવના મળવા જોવા ઇન્સાન ખરાં.. પગ કામ નથી કરતાં તેથી શું થયું? ઈશ્વરે હાથ અને મગજ તેજ આપ્યા છે જેની મદદથી જીવન નૈયાને બહાદુરી પૂર્વક આ સંસાર સાગર  પાર કરતા જોવા મળે છે આવા મહાનુભાવોની જીવનશૈલી જોઈને એક પંક્તિ યાદ આવે કે હૈયે હામ હોય તો અડગ મનના  માનવીને હિમાલય પણ નડતો નથી આજે વિશ્વ વિકલાંગ દિવસે બંને પગ સંપૂર્ણરીતે કામ કરતા ન હોવા છતાં મહેનત કરતાં આ બંને મહાનુભાવોને હ્રદયના આ વિશ્ર્વ દિવ્યાંગ દિવસે શુધ્ધ ભાવથી સો સો સલામ..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/