fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકામાં ખેડૂતોને ખેતીના પિયત માટેની સરકારશ્રી ની સૌની યોજના માં બાકી રહેલ વિસ્તારને આવતા વર્ષના2024-25ના બજેટમાં આવરી લેવા બાબત.

જય ગરવી ગુજરાત સવિનય જણાવવાનું કે સાવરકુંડલા તાલુકાના ખેડૂતોને ખેતીના પિયત માટે સરકારશ્રીની સૌની યોજનાનું પાણી મળી રહે તે અનુસંધાને અગાઉ પણ પત્ર વ્યવહાર કરેલ છે. સરકારશ્રી દ્વારા મારી માંગણી અને ખેડૂતોના હિતને ધ્યાને લઈને શેલદેદુમલ ડેમમા આવતા દિવસોમાં સૌની યોજનાનાં પાણી ઠાલવવામાં આવનાર છે ત્યારે.  સાવરકુંડલાતાલુકામાં શેલદેદુમલ ડેમથી લઈને તાલુકાના પૂર્વ ભાગમાં અંદાજીત 45 કિલોમીટરના અંતરમાં તાલુકાના ખારાપાટ સહિતના 50 થી ઉપરાંત ગામડાંઓ આ સૌની યોજનાથી વંચિત રહી જાય છે, તોઆ ગામડાંઓના ખેડૂતોને ખેતી માટેના પિયતના પાણી પહોંચાડવા માટે આ વિસ્તારમાં આવતા ડેમો જેવાકે સાવરકુંડલા તાલુકાના શેણીડેમ, મોટાજીંજુડા ડેમ, નાનાજીંજુડા ડેમ, સેંજળ ડેમ, મેવાસા ડેમ, વાંશીયાળી ડેમ, નાળ ડેમ વિગેરે ડેમોમાં શેલદેદુમલ ડેમથી પાઇપ લાઇન મારફત પાણી ઠાલવવામાં આવે અને આ ડેમો માંથી કેનાલો દ્વારા ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવામાં આવે તોજ સાવરકુંડલા તાલુકાના આ વિસ્તારના ખેડૂતોને પિયત માટે પાણી મળવું શક્ય બનશે અને તોજ આ વિસ્તારના ખેડૂતો સધ્ધર બનશે સ્થાંળાતર પણ અટકશે.
  આ વિસ્તારના અમુક સેંજળ ડેમ, મેવાસા ડેમ જેવા ડેમોની હાલ હયાત નિર્જીવ હાલતમાં કેનાલો પણ છે અને આ વિસ્તારમાં શેલદેદુમલ ડેમથી પાણી લાવવું સરળ બનશે કારણ કે, શેલદેદુમલ ડેમથી આ વિસ્તાર પૂર્વ ભાગમાં હોઈ અને ઢાળ પણ એજ દિશામા હોઈ અને આ ઉપર મુજબના તાલુકાના બધા ડેમો માથી ખેડૂતોને ખેતરો સુધી પાણી આપવુ પણ સરળ અને શક્ય છે. કારણકે મોટા ભાગના બધાજ ગામડાંઓ આ ડેમોથી નિચાંણ વાળા ભાગમાજ આવેલા હોય અને તે ડેમો માંથી નિકળતી નદી ઓના વહેણ પણ જેતે ગામડાંઓ તરફ નાજ હોય. માટે અમારી ઉપરોક્ત યોગ્ય માંગણીને ધ્યાને લઈ ને આવતા 2024/25 ના બજેટ માં સમાવવા અમારી ખાસ વિનંતી છે.લી.
આપનો વિશ્વાસુ  
ચિરાગ હિરપરા

-::નકલ રવાના : વર્ષ 2024/25 ના બજેટ માં સમાવવા ભલામણ કરવા સબબ.(1) શ્રી પરશોતમભાઇ રૂપાલા સાહેબ માન.કેન્દ્રીય મંત્રીશ્રી ડેરી અને પશુપાલન ,(2) શ્રી કનુભાઇ દેસાઇ સાહેબ માન.નાણા મંત્રીશ્રી (3) શ્રી રાઘવજીભાઇ પટેલ સાહેબ માન.કૃષિ મંત્રીશ્રી, (4) શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ માન.જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી (5) શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ માન.નાયબ મુખ્ય દડંકશ્રી (6) શ્રી નારણભાઈ કાછડીયા સાહેબ માન.સાંસદ સભ્યશ્રી અમરેલી(7)શ્રી મહેશભાઈ કસવાલા સાહેબ ધારાસભ્ય સાવરકુંડલા/લિલિયા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/