fbpx
અમરેલી

ખોડીયાર ડેમ ભરવા માટે કૌશિક વેકરીયાને પડકાર ફેંકતા કોંગ્રેસ નેતા મનીષ ભંડેરી

અમરેલીના ધારાસભ્ય તરીકે કૌશિકભાઇ વેકરીયા નું પ્રથમ વર્ષ સદંતર નિષ્ફળ રહ્યું છે, જ્યારથી કૌશિક વેકરીયા ધારાસભ્ય બન્યા ત્યારથી જ પાયલોટિંગ કાર અને પોલીસની ગાડી સાથે અમરેલી-કુકાવાવ-વડીયાના વિસ્તારમાં માત્રને માત્ર હડિયા પાટી કરવા સિવાય લોક ઉપયોગી કોઈ કાર્ય કર્યું નથી, આજથી બે મહિના પૂર્વે ધારાસભ્ય કૌશિક વેકરીયાને ધારીનો ખોડીયાર ડેમ સૌની યોજના અંતર્ગત ભરવા માટે પત્ર લખીને માંગણી કરેલ હતી, છતાં પણ આજ દિન સુધી તે દિશામાં હકારાત્મક કોઈ પણ કાર્ય થયું નથી, ધારી- ચલાલા તથા અમરેલી તાલુકાના ગામડાઓ માટે જીવાદોરી સમાન આ ખોડીયાર ડેમ રહેલો છે, જે ડેમના પાણીમાંથી ધારી શહેર, ચલાલા શહેર, તથા અમરેલી શહેરના લોકોને પીવા માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે,

આ ખોડીયાર ડેમ સિંચાઇ યોજના માટેનો ડેમ હોવાથી ખેડૂતોને સિંચાઈ માટે એટલે કે પિયત માટે પાણી પૂરું પાડવામાં આવે છે, આ ખોડીયાર ડેમના પાણીમાંથી અમરેલી તાલુકાના મેડી ગામે આવેલ ખોડીયાર વિયરમાંથી કેનાલ કાઢવામાં આવેલ છે જે કેનાલ દ્વારા ખેડૂતોને પીયત માટે મેડી ગામથી માંડીને ખારાપાટના ગામડાઓ સુધી લાભ આપવામાં આવે છે, જે ખોડીયાર ડેમના મીઠા પાણીના લીધે ખેડૂતો શિયાળુ પાક તથા ઉનાળુ પાક લઈ શકે છે તથા ખારાપાટના ગામડાઓ માટે ખોડીયાર ડેમના કેનાલનું મીઠું પાણી ખૂબ જ આશીર્વાદ સમાન છે, જો આ ખોડીયાર ડેમ શિયાળાની શરૂઆતમાં જ ખાલી ખમ થઈ ગયો હોય તો શિયાળુ પાકનું વાવેતર કરનાર ખેડૂતોને પિયત માટેનાં પાણીનું શું થશે? તથા જે ખેડૂતોને ઉનાળુ પાકનું વાવેતર ઓરવીને કરવું હોય તો પાણી વગર કઈ રીતે કરી શકે?

અને જો અત્યારથી જ ખોડીયાર ડેમ ખાલી ખમ થઈ ગયો હોય તો ઉનાળામાં ખેડૂતોને પિયત માટેના પાણીનું શું થાય? તથા લોકોને પીવા માટેના પાણીનું શું થાય? જેવી ભવિષ્યની ગંભીર સમસ્યાઓના નિરાકરણ માટે સૌની યોજના અંતર્ગત ધારીનો ખોડીયાર ડેમ ભરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાને બે મહિના પૂર્વે કોંગ્રેસ નેતા મનીષ ભંડેરીએ પત્ર લખીને માંગણી કરેલ હતી, છતાં પણ આજ દિન સુધી ધારીનો ખોડીયાર ડેમ ભરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ધારાસભ્ય કૌશિક વેકરીયા તરફથી કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી, જો રાજકોટ, મોરબી જેવા બીજા જિલ્લાઓમાં સૌની યોજના અંતર્ગત ડેમો ભરવામાં આવતા હોય તો અમરેલી જિલ્લામાં શા માટે ડેમો ભરવામાં આવતા નથી? જો ધારાસભ્ય કૌશિક વેકરીયાનું સરકારમાં ઉપજતું હોય અને તેનાથી કામ થતા હોય તો એક મહિનામાં એટલે કે ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ સુધીમાં સૌની યોજના અંતર્ગત ધારીનો ખોડીયાર ડેમ ભરીને બતાવવા માટે પડકાર કોંગ્રેસ નેતા મનીષ ભંડેરીએ ફેંક્યો છે તથા જો એક મહિનામાં ધારીનો ખોડીયાર ડેમ સૌની યોજના અંતર્ગત ભરવાની તેવડ કૌશિક વેકરીયામાં ન હોય તો ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ઘેરે બેસવાની ટકોર કોંગ્રેસ નેતા મનીષ ભંડેરીએ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/