fbpx
અમરેલી

એ.આર.ટી.ઓ અમરેલી દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનો માટેનીનવી સીરીઝ માટે ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

એ.આર.ટી.ઓ. અમરેલી દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનો માટેની નવી સીરીઝ GJ 14 AT અને Z 0001 થી 9999 માટે ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-ઓકશન માટે ઓનલાઈન અરજી તા.૧૮.૦૧.૨૦૨૪ સાંજે ૪ વાગ્યાથી તા.૨૦.૦૧.૨૦૨૪ સાંજે ૪ વાગ્યા સુધીમાં કરી શકાશે ઉપરાંત બિડિંગ સમયગાળો તા.૨૦.૦૧.૨૦૨૪ થી તા.૨૨.૦૧.૨૦૨૪ સુધી રહેશે. ઈ-ઓકશનનું પરિણામ તા.૨૨.૦૧.૨૦૨૪ના રોજ જાહેર કરવામાં આવશે. ઓનલાઈન ઈ-ઓકશનમાં ભાગ લેવા માટે અરજદારે http://parivahan.gov.in/parivahan/ પર નોંધણી,યુઝર આઈ.ડી.પાસવર્ડ તૈયાર કરવા અને હરાજી,ચૂકવણુ કરવું,વાહન નંબર મેળવવો સહિતની પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે. વાહન ખરીદીના સાત દિવસની અંદર ઓનલાઈન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. અરજદારે અરજી પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણા જમા કરાવવા. અરજદાર જો નિયત સમય મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય તો મૂળ ભરેલી રકમને જપ્ત કરી ફરીવાર હરાજી કરવાની રહેશે.

ઓનલાઈન ઈ-ઓકશનમાં અરજદારે આર.બી.આઈ. દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલા અરજદારને સફળ ગણી બાકીના નાણાં દિન-૫માં ભરપાઈ કરવા માટે એસ.એમ.એસ. કે ઈ-મેઈલથી જણાવવામાં આવશે. ઉપરાંત હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના રહેશે એટલે કે નેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી રકમનું ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારના એમ.આઈ.એસ.થી સફળ અને નિષ્ફળ વ્યવહારની ખાતરી કરી બેંકને જાણ કરવાની રહેશે. ઈ-ઓકશનમાં ભાગ લેવા માટેનો વીડિયો યુ ટ્યુબમાં ઈ-ઓકશન,આર.ટી.ઓ ગુજરાત સર્ચ કરવાથી મેળવી શકાશે. ઉપરાંત ઈનવોઈસ અથવા વિમાની તારીખ બેમાંથી જે વહેલા હોય તે તારીખથી સાત દિવસ થતા હોય તેવા વાહન માલિકો જ ઓકશનમાં ભાગ લઈ શકશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/