fbpx
અમરેલી

રાજ્યસભા સાંસદ અને કેન્દ્રીય પશુપાલન મત્સ્યોદ્યોગ અનેડેરી મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા દ્વારા આયોજિતજિલ્લા કક્ષાની સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા યોજાઈ

 અમરેલી જિલ્લાના કલાકારોની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના શુભ હેતુ સાથે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યસભા સાંસદ અને કેન્દ્રીય પશુપાલન મત્સ્યોદ્યોગ અને ડેરી મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલા દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા અમરેલી સ્થિત કે.કે.પારેખ અને મહેતા આર.પી. વિદ્યાલય (નૂતન મિડલ સ્કૂલ)ના પ્રાંગણમાં યોજાઈ હતી. ઈફકો અને એન.સી.યુ.આઈના ચેરમેનશ્રી દિલિપભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા જિલ્લા કક્ષાની સ્પર્ધાના સમારોહમાં તાલુકા કક્ષાએ વિજેતા થયેલા વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓએ પોતાની કલાકૃતિઓ રજૂ કરી હતી.

    આ પ્રસંગે જિલ્લા કક્ષાએ વિજેતા થનારા ખેલાડીઓને રજત ચંદ્રકોથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ઉદ્ધાટન સમારંભમાં ધોળલોકગીતમંજીરા વાદનસુગમ સંગીત અને રાસની રમઝટની પ્રસ્તુતિઓ નિહાળી હતી.

           કાર્યક્રમનું ઉદ્ઘઘાટન કરતા કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રીપરશોત્તમ ભાઈ રૂપાલાએ જણાવ્યુ કેદેશના વડાપ્રધાનશ્રી  નરેન્દ્રભાઈ મોદીએ તમામ સાંસદશ્રીઓને ખેલાડીઓ અને કલાકારોને મંચ આપવાના હેતુથી આ પ્રકારની સ્પર્ધાઓ યોજવાનું સૂચન કર્યુ હતું.

અમરેલી જિલ્લાને ભાષા તેમજ કલા વારસામાં મળી છે. અમરેલી એવા કવિ હંસની નગરી છે જેમણે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં અંગ્રેજોની માફી ન માંગવાના બદલે જેલવાસ પસંદ કર્યો હતો. અમરેલી રમેશ પારેખની નગરી છે. કવિ કાગમેઘાણીકાંતકાનજી ભુટા બારોટ વગેરે જેવા મૂર્ધન્ય સાહિત્યકારોકવિઓનો અમરેલીને વારસો મળ્યો છે.

          તેમણે ઉમેર્યુ કેકલા અને સંસ્કૃતિના વારસાનું સિંચન નવી પેઢીમાં થાય તેવા શુભ આશયથી આ સ્પર્ધાને ફક્ત એક વર્ષ કે સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા તરીકે નહીં પરંતુ કાયમી ધોરણે યોજવામાં આવે તેવું સહિયારું આયોજન કરવામાં આવશે.  આ સ્પર્ધાઓ પૈકી રામસાગરધોળબેંજોપ્રભાતિયામંજીરા વાદનને સાંસ્કૃતિક સ્પર્ધામાં કેન્દ્રીય મંત્રીશ્રીની પ્રેરણાથી સૌ પ્રથમ વખત સ્થાન મળ્યું હતું.

          કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા ઈફકો અને એન.સી.યુ.આઈના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીએ કલા સંસ્કૃતિકને જીવંત રાખવાના કેન્દ્રીય મંત્રીશ્રીના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યુ કેઆ પ્રકારના કાર્યક્રમો દ્વારા કલા સંસ્કૃતિ અને વારસાને જીવંત રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી નવી પેઢીમાં પોતાના વારસાનું મહત્વ જળવાઈ રહે.

            કાર્યક્રમના પ્રારંભે સ્પર્ધાના પરામર્શક ડો. કેતન કાનપરીયાએઆ સ્પર્ધાઓનું મહત્વ સમજાવ્યું હતું અને તેના આયોજનની રુપરેખા વર્ણવી હતી. તેમણે કહ્યુ કે આ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ ૨,૭૪૮ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જે પૈકીના ૧,૪૧૧ સ્પર્ધકો જિલ્લા કક્ષાએ ભાગ લેશે. આ પાકી તમામ વય જૂથના પ્રથમદ્વિતિય અને તૃતિય વિજેતાઓને રજત ચંદ્રક આપી સન્માનિત કરવામાં આવશે.

           કાર્યક્રમના પ્રારંભે ડૉ. ભરત કાનાબારે પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યુ હતું. કાર્યક્રમના ઉદ્ધાટન પ્રસંગમાં સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાજિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતભાઈ સુતરિયાનગરપાલિકા પ્રમુખશ્રી બિપીનભાઈ લીંબાણીઅમર ડેરી ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલિયાઅમર ડેરી વાઈસ ચેરમેનશ્રી મુકેશભાઈ સંઘાણીઅગ્રણીશ્રી મેહુલભાઈ ધોરાજીયાસંસ્થાના ટ્રસ્ટીશ્રી અમરીશભાઈ ગાંધીજિલ્લા વિકાસ અધિકારીશ્રી પંડ્યાજિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મિયાણીયુવા વિકાસ અધિકારીશ્રી પરમાર અને વિવિધ તાલુકાઓમાંથી ભાગ લેવા આવેલા સ્પર્ધકોશિક્ષકોતાલુકા કોર્ડિનેટરશ્રીઓ અને સ્થાનિક પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/