fbpx
અમરેલી

લોઈંચડા શ્રી રવાણી વિદ્યાલયમાં વસંત પંચમી ઉજવણી

વસંત પંચમી એટલે શ્રી સરસ્વતીજી સાથે પ્રકૃતિની વંદનાનું પર્વ  લોઈંચડા સ્થિત શ્રી રવાણી વિદ્યાલયમાં થઈ ઉજવણી ભાવનગર બુધવાર તા.૧૪-૨-૨૦૨૪ વસંત પંચમી પર્વની લોઈંચડા સ્થિત શ્રી રવાણી વિદ્યાલયમાં ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે કાર્યકર્તા શ્રી મૂકેશકુમાર પંડિતે કહ્યું કે, વસંત પંચમી એટલે શ્રી સરસ્વતીજી સાથે પ્રકૃતિની વંદનાનું પર્વ છે. પાલિતાણા પાસેના લોઈંચડા સ્થિત પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે આવેલ શ્રી રવાણી વિદ્યાલયમાં વસંત પંચમી પર્વે સંસ્થાના અગ્રણી શ્રી નાનુભાઈ ડાખરાની માર્ગદર્શક ઉપસ્થિતિમાં પત્રકાર કાર્યકર્તા શ્રી મૂકેશકુમાર પંડિતે જળ અને જમીન સહિત સર્વત્ર થતાં પ્રદૂષણ સામે જાગૃતિ થવાં વિદ્યાર્થીઓને ઉદ્બોધન કર્યું. સાચી વિદ્યા એટલે સમગ્ર જીવન પ્રસન્ન રહે તે છે.

વસંત પંચમી એટલે શ્રી સરસ્વતીજી સાથે પ્રકૃતિની વંદનાનું પર્વ છે, માટે સૌએ પર્યાવરણ રક્ષણ માટે સંકલ્પબદ્ધ થવાનું છે, જે પણ આજની પૂજા છે. તેઓએ તેમના દ્વારા ચાલતાં ‘ધરતીનાં છોરું’ અભિયાન પ્રવૃત્તિનો ઉલ્લેખ કર્યો હતો. સંસ્થાના આચાર્ય શ્રી યોગેશભાઈ પટેલના આવકાર ઉદ્બોધન થયેલ. અહી શ્રી દિનેશભાઈ કેવડિયા અને શ્રી વંદનાબેન ભેડા દ્વારા સંકલન રહ્યું. શાળાની વિદ્યાર્થીની કુમારી શ્રી ગોપી મકવાણાના સંચાલન સાથે કુમારી શ્રી જાગૃતિ જમોડ અને શ્રી અનુરસ ચૌહાણ દ્વારા પ્રાસંગિક વક્તવ્યમાં વસંત પંચમી મહાત્મ્ય રજૂ થયેલ. આભારવિધિ શ્રી લાભુભાઈ ડાભીએ કરી હતી. અહી વિદ્યાર્થીઓ પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પબદ્ધ થયાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/