fbpx
અમરેલી

શું આ છે મોદીનો પરિવાર ? :- તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

કેન્દ્રમાં છેલ્લા ૧૦ વર્ષથી ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર છે અને નરેન્દ્ર મોદીની સરકાર તમામ મોરચે નિષ્ફળ નિવડી છે, ત્યારે ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી લડવા માટે ભાજપ પક્ષ કે નરેન્દ્ર મોદી પાસે કોઈ મુદ્દો ન હોવાથી “મોદી કા પરિવાર” મુદ્દો લઈને ભારત દેશની જનતાને ભ્રમિત કરવા માટે ભાજપ પક્ષ અને નરેન્દ્ર મોદી ઉભા રોડે ચડયા છે, આજે સમગ્ર ભારત દેશના લોકો નરેન્દ્ર મોદીના ૧૦ વર્ષના શાસનકાળ દરમિયાન પાયમલ અને કંગાળ બની ગયા છે, દેશનો શિક્ષિત યુવાન સરકારી નોકરી માટે દરદર ભટકી રહ્યો છે અને પકોડા વેચવા માટે મજબૂર બની ગયો છે, ભારત દેશમાં ગરીબ દિન પ્રતિદિન ગરીબ બનતો જાય છે અને ગરીબ લોકોને પોતાના ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે, દેશના ગરીબ લોકોને રોજી રોટી અને રોજગાર આપવાના બદલે મહિને ૫ કિલો મફતમાં અનાજ આપીને જીવન જીવવા માટે નરેન્દ્ર મોદીએ મજબૂર બનાવી દીધા છે,

આજે સમગ્ર ભારત દેશની ૧૪૦ કરોડની જનતાનું પેટ ભરવાનું કામ કરતા જગતના તાત એવા ખેડૂતોની આવક ડબલ કરવાના બદલે ખર્ચા ડબલ કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે, આજે ખેડૂતોને ખેતી કરવા માટે ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, ખેડ, મોંઘાદાટ થયા છે જેની સામે ખેડૂતોને પોતાના પાકનો પોષણક્ષમ ભાવ મળતો નથી પરિણામે ખેડૂતો દેવાના બોજ તળે ડૂબી રહ્યા છે, આજે સમગ્ર ભારત દેશમાં નરેન્દ્ર મોદીના શાસનમાં મહિલાઓ પર અત્યાચારો, બળાત્કારો, અપહરણ જેવા બનાવો વધતા જાય છે, મહિલાઓ પણ મોદી રાજમાં સુરક્ષિત નથી, લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે નરેન્દ્ર મોદી પાસે ચૂંટણી જીતવા માટે અને લોકો પાસે જવા માટે કોઈ જ મુદ્દો ન હોવાથી “મોદી કા પરિવાર” મુદ્દો લઈને દેશના લોકોને ભાવનાત્મક રીતે જોડીને ફરી એકવાર મૂર્ખ બનાવવાનું કામ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે, આજે સમગ્ર ભારત દેશમાં ભ્રષ્ટાચારીઓ, બળાત્કારીઓ, ગુંડાઓ, બુટલેગરો, અસામાજિક તત્વો,વગેરે ભાજપમાં અને નરેન્દ્ર મોદીની સાથે છે તો શું આ છે નરેન્દ્ર મોદી નો પરિવાર ? તેવો વેધક સવાલ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખમનીષ ભંડેરીએ કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/