fbpx
અમરેલી

પરમ પૂજ્ય ઉષામૈયા નર્મદા યાત્રા પૂર્ણ કરી સાવરકુંડલા ખાતે પધારતાં આજરોજ સેવક સમુદાય  પ. પૂ. ઉષામૈયાના સ્વાગતાર્થે ઉમટી પડ્યા.

સાવરકુંડલા ખાતે આજરોજ પરમ પૂજ્ય ઉષામૈયા નર્મદા યાત્રા પૂર્ણ કરી સાવરકુંડલા પધારતાં સેવક સમુદાય  ખૂબ ભાવ અને ઉષ્માપૂર્ણ વાતાવરણમાં અહીં સ્વાગતાર્થે ઉમટી પડ્યા હતાં. પ્રથમ રિધ્ધિ સિધ્ધિનાથ મહાદેવ મંદિરે પ. પૂ ઉષામૈયા ભોળાનાથના દર્શન, પૂજા અર્ચન કરી અહીંથી લોહાણા મહાજન વાડી સુધી બપોરે ૧૧-૩૦ આસપાસ સેવકગણ વાજતે ગાજતે શોભાયાત્રા સ્વરૂપે નીકળી  પ. પૂ. ઉષામૈયાના શુભાગમનને સ્વાગતથી વધાવતા જોવા મળેલ. અહીં સાવરકુંડલા મહાજન વાડી ખાતે વિશાળ સેવકગણે પ. પૂ. ઉષામૈયાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું આ તકે પ. પૂ. ઉષામૈયાએ અહીં મહાજનવાડી ખાતે આવેલ મંદિરે પૂજન દર્શન કરી વિશાળ સેવકગણની ઉપસ્થિતિમાં પ.પૂ ઉષામૈયાએ મહાજન વાડી ખાતે ઉપસ્થિત સેવક સમુદાયને આશીર્વાદ આપ્યા હતાં. આ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત હનુમાન ચાલીસાનું પઠન પણ ખૂબ જ ભાવપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવેલ. આ તકે ઉપસ્થિત સેવક સમુદાયે પ. પૂ. ઉષામૈયાનું ફૂલહારથી સ્વાગત કરી ધન્યતા અનુભવી હતી. આ તકે સર્વ મંગલ કલ્યાણની કામના પણ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/