fbpx
અમરેલી

શ્રી દામનગર નાગરિક શરાફી સહકારી મંડળી લી. ની ૨૭મી વાર્ષિક સાધારણ સભા મળી સ્થાપક ચેરમેનશ્રી હરજીભાઈ નારોલાના નેતૃત્વમાં મંડળી અવિરત પ્રગતિના પંથે

દામનગર નાગરિક શરાફી સહકારી મંડળી લી. ની ૨૭ મી વાર્ષિક સાધારણ સભા મંડળીના સ્થાપક ચેરમેનશ્રી હરજીભાઈ નારોલાના અધ્યક્ષ સ્થાને મળી હતી. વાર્ષિક હિસાબો રજુ કરતા નારોલાએ જણાવ્યું હતું કે ગત વર્ષ દરમ્યાન મંડળીએ ૭૦,૮૮ લાખનો ચોખ્ખો નફો કરેલ છે. મંડળીનું શેર ભંડોળ ૬૪,૧૯ લાખ, રીઝર્વ ફંડ ૧૮૬,૭૯ લાખ, અન્ય ફંડો ૨૯૯,૩૩ લાખ છે. મંડળી નું ધિરાણ ૭૭૦, લાખ છે. મંડળી ૪૬૨,લાખની થાપણ ધરાવે છે. ૩૧૬૨ સભાસદો ધરાવતી મંડળીનો ઓડીટ વર્ગ “અ” આવે છે. એન.પી.એ ૦ શુન્ય છે. સભાસદનું આકસ્મિક મૃત્યું થાય તે સ્વભંડોળ માંથી રૂ।. ૫૦૦૦૦/-ની સહાય આપવામાં આવે છે.બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચુંટણીમાં હરજીભાઈ નારોલા, વસંતભાઈ મોણપરા, રાજેશભાઈ કનાડીયા, લાલજીભાઈ નારોલા, દેવચંદભાઈ આસોદરિયા, દિલીપભાઈ ભાતીયા, અશોકભાઈ બાલધા ઈશ્વરભાઈ નારોલા, કૌશિકભાઈ બોરીચા, અરજણભાઈ નારોલા, અશ્વિનભાઈ ખખ્ખર, શૈલેશભાઈ મોટાણી, પ્રજ્ઞાબેન અજમેરા, કુસુમબેન સવાણી, જાગૃતિબેન ભટ્ટ પ-વર્ષ માટે બિનહરીફ ચુંટાયા છે. સ્થાપક ચેરમેનશ્રી હરજીભાઈ નારોલાની અવિરત ૨૮ મી વખત ચેરમેન તરીકે વરણી થઈ છે.

તાજેતરમાંજ હરજીભાઈ નારોલા અમરેલી જીલ્લા સહકારી સંઘના ઉપપ્રમુખશ્રી તરીકે તથા દામનગર માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે બિનહરીફ ચુંટાતા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.વાર્ષિક સાધારણ સભામાં નગરપાલિકા પ્રમુખશ્રી ગોબરભાઈ નારોલા, અગ્રણીઓશ્રી અમરશીભાઈ નારોલા, બટુકભાઈ શિયાણી, જીતુભાઈ બલર, સંજયભાઈ તન્ના, ઘનશ્યામભાઈ પરમાર, પ્રિતેશભાઈ નારોલા, સતીષભાઈ ગોસ્વામી,ધ્રુવભાઈ ભટ, હિંમતભાઈ આલગીયા, રજનીભાઈ ધોળકિયા, પ્રવીણભાઈ જાગાણી, કિશોરભાઈ ભટ્ટ,મહેશભાઈ ચૌહાણ, ભાવેશભાઈ ખખ્ખર, મોઈઝભાઈ ભારમલ, કાસમભાઈ અમીષામીલ, ધીરુભાઈ નારોલા, જયંતીભાઈ ખોખરીયા, નટુભાઈ ભાતીયા, પ્રકાશભાઈ તજા દેવચંદભાઈ આલગીયા, વસંતભાઈ ડોબરિયા, ઉપરાંત બહોળી સંખ્યામાં સભાસદો ની હાજરી રહી હતી.કાર્યક્રમને સફળ બનાવવા જય નારોલા, નીતિન ચૌહાણ સિરાજભાઈ ભારમલ, વિગેરેએ જહેમત ઉઠાવી હતી. આભારવિધિ મંડળીના મેનેજરશ્રી દિનેશભાઈ પટેલે કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/