fbpx
અમરેલી

સદસ્યતા અભિયાનના બદલે રસ્તાઓના ખાડા પૂરો અભિયાન શરૂ કરોતાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી


અમરેલી- કુંકાવાવ- વડીયા વિધાનસભા વિસ્તારના ગામડાઓમાં ભાજપ પક્ષ દ્વારા હાલમાં સદસ્યતા નોંધણી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, ખરેખર તો ભાજપના નેતાઓ તથા કાર્યકરોએ ગામડાઓના રસ્તાઓમાં પડેલા ખાડાઓ પુરવાનું અભિયાન શર કરવું જોઈએ, સમગ્ર ગુજરાત રાજ્યમાં ભાજપના રાજમાં રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે, આ ખરાબ રસ્તાઓના કારણે વાહન ચાલકો વારંવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તથા ખરાબ રસ્તાઓના લીધે અવારનવાર અકસ્માતો સર્જાય છે અને લોકો પોતાના જીવ પણ ગુમાવી રહ્યા છે,

આજે ભાજપના રાજમાં બનાવેલા રસ્તાઓ ૭ વર્ષની મુદત વાળા ૭ મહિના પણ ટકતા નથી, આટલી બધી નબળી ગુણવત્તાવાળા રોડ બનવાનું એકમાત્ર કારણ ભાજપના નેતાઓ તથા અધિકારીઓની મિલીભગત અને ૪૦% કમિશનને લીધે નબળા રોડ બનાવીને ટૂંક સમયમાં જ તૂટી જાય છે, પરિણામે જનતાના પૈસાનો ખોટો વેડફાટ થાય છે, એક બાજુ ભાજપના શાસકો આમ જનતા પાસેથી રોડ ટેક્સના નામે એડવાન્સમાં પૈસા ખંખેરી લે છે સામે સારા અને ગુણવત્તા વાળા રોડ આપવામાં ભાજપના શાસકો નિષ્ફળ ગયા છે, જો ખરેખર ભાજપના શાસકો તથા નેતાઓને આમ જનતા પ્રત્યે લાગણી અને સંવેદના હોય તથા લોકોને તેના ટેક્સના રૂપિયાની સામે સારા રોડ આપવા માગતા હોય તો ભાજપના નેતાઓએ સદસ્યતા અભિયાનના બદલે રસ્તાઓ ઉપર ખાડા પડ્યા છે તે ખાડા પૂરો અભિયાન ચલાવીને લોકોને ખાડા રાજમાંથી મુક્તિ આપવાનું કામ ભાજપના નેતાઓએ કરવું જોઈએ તેવો કટાક્ષ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કર્યો છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/