fbpx
અમરેલી

એક પેડ મા કે નામ પહેલને અમરેલી જિલ્લામાં અપાર આવકાર : ૭૮,૧૫૭ વૃક્ષનું વાવેતર

 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પર્યાવરણ રક્ષણ પહેલ એક પેડ મા કે નામ અમરેલી જિલ્લામાં અપાર આવકાર મળ્યો છે. આ અભિયાન અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધીમાં લોકોએ વૃક્ષારોપણ માટે ભારે ઉત્સાહ દાખવતા ૭૮,૧૫૭ વૃક્ષનું વાવેતરનું વાવેતર થયું છે. એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત શહેર અને ગ્રામ્ય વિસ્તારના જાહેર, ધાર્મિક અને પ્રવાસન સહિતના સ્થળો ઉપરાંત અમૃત સરોવર ખાતે પણ વિવિધ વૃક્ષોનું વાવેતર થયું છે. લોકો વૃક્ષ વાવેતરની સાથે વૃક્ષ ઉછેર માટે પણ સંકલ્પિત થયા છે. અમરેલી જિલ્લાના ૧૧ તાલુકાઓમાં વાડી પ્રોજેક્ટ અને મનરેગા યોજના અંતર્ગત પણ વૃક્ષારોપણ થયું છે. એક પેડ મા કે નામ અભિયાનને સફળ બનાવવા અને જન-જન સુધી પહોંચાડી જનભાગીદારી વધારવા માટે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું હતું. તેના પરિણામે મહત્તમ વૃક્ષ વાવેતર શક્ય બન્યું છે અને આ અભિયાન અંતર્ગત જિલ્લામાં વૃક્ષારોપણ શરુ છે.ઉલ્લેખનીય છે કે, ફળાઉ અને છાયાદાર સહિતના વૃક્ષના રોપાઓ સરળતાથી મળી રહે તે માટે અમરેલી જિલ્લામાં સામાજિક વનીકરણ હેઠળ જિલ્લામાં ૧૬ નર્સરી ખાતે રોપાઓ ઉપલબ્ધ છે. વધુમાં વધુ નાગરિકોને રોપાઓ મેળવી એક પેડ મા કે અભિયાનમાં જોડાવવા અનુરોધ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/