fbpx
અમરેલી

શ્રી કે.કે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ તાલુકા યુવા મહોત્સવમાં મેળવી ઝળહળતી સિદ્ધિ.સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરો શાળાના વિધાર્થીઓ મેળવ્યા.

સાવરકુંડલા નૂતન કેળવનિ મંડળ સંચાલિત કે.કે હાઈસ્કૂલ અને શ્રી કે.કે ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ, સાવરકુંડલાના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાના યુવા મહોત્સવમાં ભાગ લીધો હતો જેમાં ઘણી બધી સ્પર્ધાઓમાં નંબરો પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. શેલાર હસ્તી ભાવેશભાઈ નિબંધ સ્પર્ધામાં પ્રથમ રહ્યા હતા. પરમાર હિરેન પ્રવીણભાઈ તબલા વાદનમાં પ્રથમ, સાદુલકા જાજવી વિપુલભાઈ લોકગીતમાં તૃતીય, વ્યાસ હિના કાંતિભાઈ એકપાત્ર અભિનયમાં પ્રથમ, મહિડા વરૂણ મહેશભાઈ એકપાત્ર અભિનયમાં તૃતીય, જમોડ નિશા નરેશ ભાઈ ભરતનાટ્યમમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાની ગૌરવ વધારેલ છે. કૃતિને તૈયાર કરાવનાર આપાભાઈ માંજરીયા અને શિલ્પાબેન બાલધીયાએ મહત્વની ભૂમિકા બજાવી હતી. ટીમ મેનેજર તરીકે અને સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શાળાના શિક્ષિકા બહેન વર્ષાબેન પટેલ અને રીનાબેન નાગરે મહત્વની ભૂમિકા ભજવી હતી શાળાના પ્રિન્સિપલ ચેતનભાઈ ગુજરીયાએ તથા શ્રી નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન ઘેલાણી અને મે. ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા, સર્વે ટ્રસ્ટીગણ તથા શાળા પરિવારે નંબર મેળવનાર સર્વે વિદ્યાર્થીઓને અને કૃતિ તૈયાર કરાવનાર ગુરુજનોને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.

Follow Me:

Related Posts