fbpx
અમરેલી

શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા  પરિણામ સુધારણા કાર્યક્રમ સંપન્ન

રાજ્યના શિક્ષણ મત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે અમરેલી જિલ્લાના ચલાલા મુકામે ગાયત્રી સંસ્કાર ધામ ખાતે જિલ્લા શિક્ષણ પરિવાર આયોજિત ‘પરિણામ સુધારણા કાર્યક્રમ-૨૦૨૫’માં જિલ્લાની ગ્રાન્ટ ઇન એઇડ શાળાના આચાર્યશ્રીઓ સાથે સંવાદ કર્યો હતો.

અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાની ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓના આચાર્યશ્રીઓને સંબોધતા શિક્ષણમંત્રીશ્રીએ કહ્યુ કે, આપણી ગુરુકુળ શિક્ષણ પ્રણાલીમાં આચાર્યોનું સ્થાન સર્વોચ્ચ હતું. રાષ્ટ્ર નિર્માણમાં આચાર્યશ્રીઓની ભૂમિકા અગત્યની છે. નવી શિક્ષા પદ્ધતિમાં ગુરુકુળ શિક્ષા પ્રણાલીના મૂલ્યોને આવરી લેવામાં આવ્યા છે. ગુરુકુળ શિક્ષણ વ્યવસ્થા થકી વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવાના પ્રેરણા મળી રહેતી. નવી શિક્ષણ પદ્ધતિ (NEP)માં સ્કિલ બેઝ એજ્યુકેશનની વાત છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તળે દેશમાં દાખલ થયેલી આ શિક્ષણ પદ્ધતિમાં સર્વાંગી શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે.આચાર્યશ્રીઓ, શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આગામી ડિસેમ્બર માસ સુધીમાં રાજ્યમાં તબક્કાવાર  ૨૪,૭૦૦ શિક્ષક સહિતના સંવર્ગોની ભરતી કરવાની રાજ્ય સરકારની નેમ છે. યુવાનો માટે રોજગારીનું સર્જન થશે. વધુમાં ભરતી પ્રક્રિયા બાદ નીચેની જગ્યા ખાલી ન રહે તેની કાળજી રાખતા ઉપલા ક્રમેથી ભરતી કરવાની પદ્ધતિ લાગુ કરવામાં આવી છે.

 આ પ્રસંગે તેમણે શિષ્યવૃતિ અંતર્ગતની ઈ-કેવાયસી પ્રક્રિયા અંગે આચાર્યશ્રીઓના પ્રશ્નોનું સકારાત્મક માર્ગદર્શન આપી નિરાકરણ કર્યુ હતું.  તેમણે વહીવટી સંવર્ગની ભરતી સહિતના પ્રશ્નોની રજૂઆતો સાંભળી તેનું સત્વરે નિરાકરણ લાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમના પ્રારંભે ઈફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીએ સમાજ વ્યવસ્થામાં શિક્ષકોના યોગદાન વિશે પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યુ હતું. શિક્ષક નિવૃત્ત થાય ત્યારબાદ પણ સમાજમાં તેમનું સ્થાન સન્માનીય રહે  છે, તેમ તેમણે દ્રષ્ટાંતો આપીને જણાવ્યુ હતુ.

આ પ્રસંગે જિલ્લાના આચાર્યશ્રીઓ અને શિક્ષકોના વિવિધ સંગઠનો દ્વારા શિક્ષણમંત્રી શ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરનું સન્માન કરવામાં આવ્યું હતું.  શિક્ષણ મંત્રીશ્રીએ તેમનું સન્માન કરનાર વિવિધ સંગઠનોનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય સ્તરે વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ અને તજજ્ઞ શિક્ષકશ્રીઓનું સન્માન શિક્ષણમંત્રીશ્રીના હસ્તે  કરવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મિયાણી,  ડાયટ પ્રાચાર્ય શ્રી ચાંપાનેરીયા, વિવિધ સંઘના હોદ્દેદારશ્રીઓ, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા, અગ્રણીશ્રી જયંતિભાઈ પાનસુરીયા, શ્રી મુકુંદભાઈ, ગાયત્રી સંસ્કાર ધામના સંચાલકશ્રી રતિલાલ મહેતા, શ્રી મહેશભાઈ  મહેતા, આચાર્યશ્રીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.  સમગ્ર કાર્યક્રમનું સંચાલનશ્રી પ્રકાશ જોશીએ કર્યુ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/