fbpx
અમરેલી

તાલુકા સંકલન સમિતિ નાયબ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ની બેઠક યોજાઈ હતી.

          સાવરકુંડલાના 9 પ્રશ્નોનું નિરાકરણ માટે આ બેઠકમાં સાવરકુંડલા શહેરના તેમજ  તાલુકા વિકાસ માટે અનેક મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી. જેમાં 1. સાવરકુંડલા શહેરને વધુ સુરક્ષિત બનાવવા માટે સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. 2. સાવરકુંડલા તાલુકાના લોકોને આધારકાર્ડમાં સુધારા કરવા માટે થતી મુશ્કેલીનું તાત્કાલિક નિરાકરણ લાવવાની જવાબદારી સોંપવામાં આવી. 3. શહેરમાં અનેક વિસ્તારોમાં થયેલ સરકારી જગ્યા પર દબાણ દૂર કરવા માટે કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું. 4. આંગણવાડી બહેનોને મળતી ગ્રેજ્યુટીની ચુકવણી ઝડપથી કરવાની બાબત પર ભાર મૂકવામાં આવ્યો. 5. નવા સ્પોર્ટ્સ સંકુલ સુધી પહોંચવા માટે નગરપાલિકા દ્વારા મંજૂર કરેલ રસ્તા પરનું સરકારી જગ્યા પર થયેલ દબાણ દૂર કરવામાં આવે 6. પંચાયત વિભાગમાં આવતા રસ્તા પર જંગલ કટીંગ કરવામાં આવે 7. ગામ તળની સનદ કામગીરી બાબત 8. મહેસુલ ને લગતા પ્રશ્નોની બાબત  9. એસટી વિભાગના ગ્રામ્ય વિસ્તાર માં સ્ટુડન્ટ માટે સમયસર બસ મળી રહે તેવી રજૂઆત કરવામાં આવી તેમજ અમલ માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવી છે જેમાં સંકલન સમિતિ ના સભ્યો, ધારાસભ્યશ્રી ઓફિસ ઇન્ચાર્જ શ્રી જે.પી. હિરપરા સાહેબ, નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયા, શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

Follow Me:

Related Posts