fbpx
અમરેલી

અમરેલીના બાબાપુર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો : જન કલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ ઘરઆંગણે

રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ નાગરિકોને સતત મળે, વહીવટી પારદર્શિતામાં ઉમેરો થાય અને નાગરિકોને તેમના વસવાટ-રહેઠાણ નજીકના વિસ્તારમાં સેવાઓનો લાભ પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર દ્વારા સેવા સેતુના ૧૦માં તબક્કાની શરુઆત કરવામાં આવી છે.અમરેલી તાલુકાના બાબાપુર મુકામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. સેવા સેતુના માધ્યમથી જન કલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ લાભાર્થીઓને ઘરઆંગણે મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, સેવા સેતુ કાર્યક્રમમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’, વિકસિત ભારતના સૂત્રને સાકાર કરવા ‘ભારત વિકાસ’ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૩ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરુ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓકટોબર-૨૦૨૪ની તા.૦૭ થી તા.૧૫ દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.વિકાસ સપ્તાહ અંતર્ગત સમગ્ર અમરેલી જિલ્લાની વિવિધ શાળાઓ અને કોલેજ કક્ષાએ ઉપરાંત શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધા યોજવામાં આવી રહી છે. જિલ્લાના નાગરિકો,વિદ્યાર્થીઓ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’, ‘ વિકસિત ભારત’ સૂત્રને સાકાર કરવા રાષ્ટ્ર નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈ રહ્યા છે, સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/