fbpx
અમરેલી

વિવિધ વિષય આધારિત વોલ પેઈન્ટિંગ – જિલ્લા પંચાયત રોડ પરની દિવાલ પર વિદ્યાર્થીનિઓએ રંગપૂરણી કરી

ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત શરુ રાખી નાગરિક પ્રથમના અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરુપે સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહ-૨૦૨૪ની ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી છે.‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરુપે અમરેલી શહેરના મુખ્ય માર્ગ જિલ્લા પંચાયત રોડ પર પર મોંઘીબા હાઈસ્કૂલની એન.એસ.એસની વિદ્યાર્થીનીઓએ વિવિધ વિષય આધારિત વોલ પેઈન્ટિંગ કર્યું હતુ. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ, ધારી-આંબરડી સફારી પાર્ક, સ્વાગત ફરિયાદ નિવારણ, સૌની યોજના અને મેક ઇન ઇન્ડિયા જેવા વિવિધ વિષયો આધારિત વોલ પેઈન્ટિંગમાં વિદ્યાર્થીનીઓએ રંગપૂરણી કરી હતી.

અમરેલી સ્થિત સેન્ટર પોઈન્ટ ખાતે કેન્દ્ર સરકારની મેક ઈન ઇન્ડિયા, પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના, આયુષ્માન ભારત મિશન, પ્રધાનમંત્રી મુદ્રા યોજના સહિતની ૨૩ યોજનાઓ, ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ, આઈ.સી.ડી.એસ ઘટક અમરેલી, બાગાયત વિભાગ ગુજરાત સરકારની વિવિધ યોજનાકીય વિગતો અને માર્ગદર્શન માટેના વિવિધ સ્ટોલ્સ ગોઠવવામાં આવ્યા હતા.અમરેલી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર શ્રી દિલીપસિંહ ગોહિલે વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, વિવિધ સ્ટોલ પ્રદર્શન થકી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મહત્વની લોકકલ્યાણકારી વિવિધ યોજનાઓની વિગતો નાગરિકો સુધી પહોંચાડવાનો ઉદ્દેશ છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૩ વર્ષ પહેલા તા.૦૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તરીકે ધૂરા સંભાળી હતી. મુખ્યમંત્રી થી વડાપ્રધાન પદ સુધીની તેમની સફરમાં ગુજરાતનો વિકાસ કેન્દ્ર સ્થાને રહ્યો છે.રાજ્યની ૨૩ વર્ષની ‘વણથંભી વિકાસયાત્રા’ વિશે જનજન સુધી જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઓકટોબર-૨૦૨૪ તા.૦૭  થી તા.૧૫ સુધી સમગ્ર રાજ્યવ્યાપી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/