ગુજરાત કો.ઓપ.ઓનિયન ગ્રોઅર્સ ફેડરેશન લી. ભાવનગરની મતદાર યાદી પ્રસિદ્ધ
કામચલાઉ મતદારયાદી પરત્વે તા.૧૯ જાન્યુઆરી સુધીમાં વાંધા અરજી રજૂ કરી શકાશે
ગુજરાત કો.ઓપ.ઓનિયન ગ્રોઅર્સ ફેડરેશન લી. ભાવનગરના વ્યવસ્થાપક સભ્યોની
ચુંટણીના સંદર્ભમા કામચલાઉ મતદારયાદી ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમિતિઓની ચૂંટણી બાબતમાનિયમો મુજબ મંડળી, સંઘની કામ ચલાઉ મતદાર યાદીમા ઠરાવેલ રીતે તૈયાર કરાવ્યા મુજબ મંડળી, સંઘનામતદાર જોગ તા.૧૨/૦૧/૨૦૨૧ના રોજ જિલ્લા રજીસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ ભાવનગર, વડોદરા, જૂનાગઢ તથાગીર સોમનાથની કચેરી તથા શ્રી ગુજરાત કો.ઓપ.ઓનિયન ગ્રોઅર્સ ફેડરેશન લી. ભાવનગરની કચેરીમાં ઉપરાંતમદદનિશ કલેકટરશ્રી, ભાવનગરની કચેરી ખાતે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.આ પ્રસિદ્ધ કરવામાં આવેલ કામ ચલાવ મતદારયાદી પરત્વે નિર્દિષ્ટ કરાયા મુજબ દાવા અને વાંધા જરૂરી આધારપુરાવા સાથે લેખિતમાં તા.૧૯/૦૧/૨૦૨૧ સુધીમાં કચેરીના કામકાજના સમય દરમિયાન મદદનિશ કલેકટર કચેરી,ભાવનગરને મોકલી આપવા ચૂંટણી સત્તાધિકારી અને મદદનિશ કલેક્ટરશ્રી, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યુંછે.
Recent Comments