fbpx
ભાવનગર

છેલ્લા ૩૫ દિવસમાં ૩૨,૨૫૨ વ્યક્તિઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરતી ભાવનગર રેન્જ પોલીસ

આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૧ અન્વયે ભાવનગર રેન્જમાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે સમગ્ર ચૂંટણી પ્રકિયા મુક્ત અને નિર્ભિક વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે ભાવનગર રેન્જના જીલ્લાઓ ભાવનગર, અમરેલી, બોટાદમાં પાક રક્ષણ તેમજ સ્વરક્ષણ તથા અન્ય હેતુ માટે નોંધાયેલા હથિયાર લાયસન્સ ધારકોના હથિયારો સંબંધિત જીલ્લાના પોલીસ સ્ટેશનમાં સુરક્ષિત રીતે જમા કરાવવાની કાર્યવાહી પૂર્ણ કરાવવામાં આવેલ છે.    સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૧ના જાહેરનામાં અનુસંધાને ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રીની અધ્યક્ષતા હેઠળ ત્રણેય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રીઓ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટરશ્રીઓ, LCB, SOG સાથે ચૂંટણીલક્ષી તથા કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખી મિટીંગનું આયોજન કરી જરૂરી લક્ષ્યાંક આપવામાં આવેલ તથા ભાવનગર રેન્જમાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૧ને ધ્યાનમાં લઇ કુલ-૩૨,૨૫૨ ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલ છે. જે નીચે મુજબ છે. હથિયાર જમા : ભાવનગર રેન્જમાં ૩૨૧૫ પરવાના વાળા હથિયારો જમા કરવામાં આવેલ છે. (ભાવનગર-૧૩૩૯, અમરેલી-૧૧૯૫ તથા બોટાદ-૬૮૧)  CRPC ૧૦૭/૧૧૬ : CRPC ૧૦૭/૧૧૬ મુજબ ૧૧૯૨૧ ઇસમોની અટકાયત કરવામાં આવેલ છે (ભાવનગર-૩૮૦૦, અમરેલી-૧૫૪૭ તથા બોટાદ-૬૫૭૪), CRPC ૧૦૯ : CRPC ૧૦૯ મુજબ ૧૯૬૧ ઇસમોની અટકાયત કરવામાં આવેલ છે(ભાવનગર-૮૬૪, અમરેલી-૯૯૬ તથા બોટાદ-૧૦૧),  CRPC ૧૧૦ : CRPC ૧૧૦ મુજબ ૧૨૦૭૧ ઇસમોની અટકાયત કરવામાં આવેલ છે(ભાવનગર-૪૬૨૩, અમરેલી-૪૭૧૦ તથા બોટાદ-૨૭૩૮),  CRPC ૧૦૭/૧૫૧ : CRPC ૧૦૭/૧૫૧ મુજબ ૨૨૮૬ ઇસમોની અટકાયત કરવામાં આવેલ છે(ભાવનગર-૮૪૧, અમરેલી-૧૦૭૭ તથા બોટાદ-૩૬૮),  તડિપાર : કુલ- ૩૯૨ તડિપાર દરખાસ્ત કરવામાં આવેલ છે. (ભાવનગર-૧૦૧, અમરેલી-૨૦૯ તથા બોટાદ-૮૨),  પાસા : કુલ-૮૫ પાસા દરખાસ્ત કરવામાં આવેલ છે.(ભાવનગર-૨૯, અમરેલી-૩૬ તથા બોટાદ-૨૦),  પ્રોહિ-૯૩ : કુલ-૩૫૩૬ પ્રોહિ-૯૩ દરખાસ્ત (ભાવનગર-૧૭૩૪, અમરેલી-૧૨૭૦ તથા બોટાદ-૫૩૨) મુકવામાં આાવેલ છે. ભાવનગર રેન્જ હેઠળના ત્રણેય જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૧ અંતર્ગત જીલ્લાઓના તમામ બુથ બિલ્ડીંગની પોલીસ અધિકારીઓ દ્વારા વિઝીટ કરવામાં આવી રહેલ છે. ત્રણેય જીલ્લાઓના શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમા પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ તથા પેટ્રોલીંગ કાર્યરત છે.  અપીલ : ભાવનગર રેન્જના તમામ મતદારો સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૧ અનુસંધાને નિર્ભિક તથા શાંતિપૂર્ણ રીતે વધુમાં વધુ મતદાન કરે તે માટે પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર રેન્જ દ્વારા તમામ મતદારોને અપીલ કરવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/