fbpx
ભાવનગર

મીઠીવીરડી ગામમાં ગાંધીનગર વિજિલન્સની ટીમ ત્રાટકતા ખનીજચોરોમાં ફફડાટ

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મીઠીવીરડી ગામની સરકારી પડતર જમીન (સરકારી ગૌચર) માં લાંબા સમયથી ખનીજ માફીયાઓ દ્વારા જમીનમાં ગેરકાયદે ખનન કરી બેરોકટોક કિંમતી ખનીજ કાઢી વેચી રહયા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી જેને પગલે આજરોજ વહેલી સવારે સ્ટેટ વિજિલન્સની ટીમ સ્થાનિક વહીવટી તંત્ર સાથે મસમોટા અલંગ પોલીસ કાફલા સાથે મીઠીવીરડી ગામે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરતા ખનીજ ચોરો માં ફફડાટ ફેલાયો હતો.

ભાવનગર જિલ્લાના મીઠીવીરડી ગામે છેલ્લા ઘણાં સમયથી ખનિજ ચોરી આચરતા શખ્સો પર સ્ટેટ વિજલન્સની ટીમ સંકટ બનીને ત્રાટકી છે વહેલી સવારે ગાંધીનગરથી રોયલ્ટી કમિશ્નરની સુચનાથી વિજલન્સ ટીમ સાથે મીઠીવીરડી ગામે પહોંચ્યા હતા જેની સાથે ભાવનગર જિલ્લા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ તળાજા મામલતદાર તથા વિશાળ પોલીસ કાફલા ને સાથે રાખી ખનીજ ચોરો પર તવાઈ બોલાવી હતી. જે સ્થળપર ખનીજ ચોરીનું રેકેટ ચાલી રહ્યું છે તે ચાર ગામની સીમમાં આવેલું ગૌચરાણ છે મીઠીવીરડી, લાખણકા, જસપરા તથા ખદરપર ગામના ગૌચરાણ તરીકે આ જગ્યા ઓળખાય છે.

તંત્રએ આદરેલી કામગીરી માં મોડી સાંજ સુધીમાં ૫ જેટલાં અધતન ચારણાઓ કબ્જે કરવામાં આવ્યાં છે એક ચારણાની કિંમત ત્રણ લાખ જેવી થાય છે આ ખનિજ ચોરીનું સુઆયોજીત નેટવર્ક ચાલતું હોવાનાં કારણે દરોડા પૂર્વે જ માહિતી મળી જતાં મોટાભાગના ચારણા ધારકોએ પોતાનો સરસામાન ટીમ આવે તે પહેલાં જ સગેવગે કર્યો હતો દિવસભર ચાલેલી કામગીરી બાદ સાંજ ઢળ્યે કામગીરી સ્થગિત કરવામાં આવી હતી અને ૫ જેટલાં ચારણાઓ કબ્જે કરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/