fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ સિવિલની પીડીયુ કોલેજના વિદ્યાર્થીઓએ કાળા વસ્ત્રો ધારણ કરી સૂત્રોચ્ચાર કર્યા

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ટીબી વોર્ડમાં બે દિવસ પહેલા ડોક્ટર પર થયેલા હુમલાને લઇ આજે પીડીયુ કોલેજના વિદ્યાર્થીઓએ કાળા વસ્ત્રો ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કાળા વસ્ત્રો ધારણ કરી સુત્રોચ્ચાર કર્યા હતા અને હુમલાખોરોને કડકમાં કડક સજા કરવા માંગ કરી હતી. દેશભરમાં ડોક્ટરો પર હુમલો થાય છે જેને લઇને પણ વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવ્યો હતો.

દેશમાં તબીબો પર થતા હુમલાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા આજે મેડિકલ કોલેજના તબીબોએ દેખાવો કર્યો હતો. આરોગ્ય કર્મચારીઓ પર હુમલાના વારંવાર બનાવો બનતા રહે છે તેની સલામતીની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકારની છે. તેવું વિરોધ દરમિયાન તબીબોએ જણાવ્યું હતું.

આજે મેડિકલ કોલેજના તબીબો બ્લેક બેરોજ, ફ્લેગસ, માસ્ક, રિબીન અને બ્લેક શર્ટ પહેરીને કામ કરશે. તેમજ વિરોધ પ્રદર્શન બાદ તબીબો વડાપ્રધાનને આવેદનપત્ર પણ મોકલ્યું છે. આ ઉપરાંત આગામી દિવસોમાં સાંસદ, ધારાસભ્ય, વહીવટી અધિકારીઓ સમક્ષ રજુઆત કરવામાં આવશે. વિરોધ પ્રદર્શન બાદ હોસ્પિટલો બંધ રાખવામાં આવી નહોતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/