fbpx
ભાવનગર

ભાવનગર શિશુવિહારમાં ૭૫માં સ્વાતંત્ર્યપર્વ ની ઉજવણી “જીવન શિક્ષણ” અંતર્ગત જરૂરિયાત મંદ પરિવારોને સિલાઈ મશીન હાથલારી અર્પણ કરાયા

ભાવનગર શિશુવિહારમાં ૭૫ માં સ્વાતંત્ર્યપર્વ માં મહાત્મા ગાંધી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના ફેલો પ્રોફેસર ડૉ . વિધુતભાઈ જોષીની અધ્યક્ષતામાં શિશુવિહાર શિશુવિહાર પ્રાંગણમાં સ્વાતંત્ર્યપર્વની હર્ષભેર ઉજવણી થઈ . જીવનશિક્ષણના તાલીમાર્થીઓની સાંસ્કૃતિક પ્રવૃત્તિ સાથે ભાવનગરના તબીબ શ્રી અંજલીબહેન ભરતભાઈ ભીમાણીનાં વરદહસ્તે જરૂરિયાતમંદ ૬ બહેનો સીવણ સંચા , શ્રી હંસાબહેન હિમેશભાઈ ત્રિવેદીનાં વરદ્હસ્તે ૪ ગરીબ પરિવારોને હાથલારીનું વિતરણ તથા ભાવનગરના જાણીતા કલાશિક્ષક શ્રી અશોકભાઈ પટેલ , શ્રી રમેશભાઈ ગોહેલ તથા ‘ શિશુવિહાર ‘ સામયિકનાં ૫ અંકો કંપોઝ કરનાર શ્રી મનીષા કણબીનું વિશેષ અભિવાદન થયું હતું . સમગ્ર ગુજરાતને ઘર – પુસ્તકાલય દ્વારા વાંચન અભિભૂખ કરનાર ડૉ . પ્રતાપભાઈ પંડયાની સ્મૃતિમાં ‘ સમૃદ્ધ ભારત ‘ વિષયે તૈયાર થયેલ ચિત્રોના કેલેન્ડરનું વિમોચન અમરેલીથી જિલ્લા સાહિત્ય સર્જક પ્રવૃત્તિના સંચાલક શ્રી ઉમેશભાઈ જોષી તથા ઉદયભાઈ દેસાઈએ અધ્યક્ષશ્રીની પ્રેરક હાજરીમાં કર્યું . ક્રીડાંગણનાં તાલીમાર્થીઓની બૅન્ડ સલામી અને માર્ચ પાસ્ટ સાથે યોજાયેલ સમારોહમાં ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ . વિધુતભાઈ જોષીએ ‘ ર ૧ મી સદીના ગાંધી માર્ગ ’ વિષયે મનનીય વકતવ્ય આપ્યું હતું . સમગ્ર કાર્યક્રમનું સંકલન શિશુવિહાર સંસ્થાનાં કાર્યકરોએ અત્યંત નિષ્ઠાથી યોજી ૭૫ સેવા પ્રવૃત્તિઓ માટે સંકલ્પબદ્ધ થયાં હતા 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/