fbpx
ભાવનગર

મહુવાના કૈલાશ ગુરુકુળ ખાતે તુલસી જન્મોત્સવના વિશેષ ઉપલક્ષમાં મોરારીબાપુના સાનિધ્યમાં વિશેષ રીતે તુલસી જયંતિ ઉજવાઈ રહી છે

મહુવાના કૈલાશ ગુરુકુળ ખાતે તુલસી જન્મોત્સવના વિશેષ ઉપલક્ષમાં મોરારીબાપુ ના સાનિધ્યમાં વિશેષ રીતે તુલસી જયંતિ ઉજવાઈ રહી છે.  કુલ ચાર દિવસીય આ પ્રસંગના ભાગરૂપે આજના બીજા દિવસે વિવિધ કથા વાંચકો એ કથા રસ પીરસો હતો. કાર્યક્રમની આ સંગોષ્ઠીમાં ભાગ લેવાં માટે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હી, ઉતરાખંડમાંથી  વિદ્વાનો ઉપસ્થિત રહ્યાં છે.                     

સવારની પ્રથમ બેઠકનું આયોજન પ્રદીપજી મિશ્ર-વૃંદાવનના સંચાલન તળે યોજવામાં આવી હતી. જેમાં શ્રી અરવિંદ તિવારી વ્યાસ -બલિયા,શ્રી કિશોર ઉપાધ્યાયજી સુશ્રી પ્રેમલતા મિશ્રજી,સુશ્રી માનસગંગા પ્રિયંકા પાંડેજી,શ્રી સંજય પાંડેજી,શ્રી મદનમોહન મિશ્રાજી,શ્રી ભાગવત પાઠક જી,શ્રી ઉમાશંકર વ્યાસ,  અખિલેશકુમાર ઉપાધ્યાય,શ્રી શશાંક ભારદ્વાજજી- નૈનીતાલ વગેરે કથા ગાયકોએ પોતાની તુલસી અને રામચરીત માનસને આધાર બનાવી પોતાના ભાવો વ્યક્ત કર્યા.       

અરવિંદ તિવારીજીએ હનુમાનજીના પાત્રને વિસ્તૃત વિસ્તૃત રીતે પ્રગટ કર્યું હતું તેઓએ કહ્યું કે હનુમાનજી જ્યારે લંકા તરફ ગતિ કરતા હતા ત્યારે તેઓ ખૂબ તેજ ગતિથી જઈ રહ્યા હતા અને સમુદ્રે તેમના માટે વિશ્રામ કરવા મહેનત પર્વત કે જે સોનાનો હતો તે બહાર કાઢ્યો પરંતુ જે શાંતિ મિશ્રામાં જતા હોય તેને આવા ભૌતિક સાધનો શું વિશ્રાંતિ આપી શકવાના અને આખરે તેઓ ભક્તિ કેતા માં જાનકી પાસે પહોંચ્યા હતાં.શ્રી મહેન્દ્ર મિશ્રજી -ચિત્રકૂટે મોહથી બહાર નીકળવા સત્સંગ કરો.શ્રી શંશાક ભારદ્વાજજી -નૈનીતાલ વાણીને પ્રવાહિત કરતાં રામચરિતમાનસ જીવન જીવતા શીખવે છે અને ભાગવતજી મૃત્યુ શીખવી જાય છે.જેનો સ્વભાવ બની જાય તેનો પરમાર્થ બની જાય છે.

અમૃતસિંધુ પાસે રહીને પણ આપણે ક્યારેક અતૃપ્ત રહી જઈએ છીએ અને સદ્ગ્રંથો આવી તૃપ્તિ પૂરી પાડે છે. બપોર પછીની સંગોષથી અરવિંદ પાંડેજી -લખનઉ અને શ્રી ઉમેશ પંડિતજી- બકસરના સંયોજન તળે યોજવામાં આવી હતી જેમાં વક્તા તરીકે શ્રી લક્ષ્મણદાસજી- વૃંદાવન શ્રી નરેન્દ્ર પ્રતાપ મિશ્રજી- વારાણસી, શ્રીકૃષ્ણ પ્રતાપજી -ચિત્રકૂટ શ્રી વ્યાસ રામગોપાલજી- બાંદા સુશ્રી શિયાભારતીજી -ઈંદોર, શ્રી સૂર્યભાણજી -આઝમગઢ શ્રી રસરાજજી- દિલ્હી ,શ્રી ક્રિષ્ના ભારતી-ભાગલપુર ,સુશ્રી ચિદંબરા ભારતી અને શ્રી આશિષ મિશ્રાજી- વારાણસી વગેરેએ તુલસીજીના સર્જન ઉપર પોતપોતાના મંતવ્યો અને વિવેચનો પ્રગટ કર્યા હતાં.

અનેક કથાવાચક વિદ્વાનો આ પ્રકારના આયોજન માટે પૂ.મોરારીબાપુને ખૂબ શુભકામના આપી રહ્યાં છે. કાર્યક્રમનું સંકલન કવિ, ગાયક હરિશ્ચંદ્ર જોશી સંભાળી રહ્યા છે. આજે બુધવારે આ મહોત્સવનો તૃતીય દિવસ છે. અને બપોર પછીની બેઠકમાં વ્યાસ, વાલ્મિકી અને તુલસી એવોર્ડથી પુરસ્કૃત થનાર મહાનુભાવો ના વક્તવ્યો થશે. જ્યારે સમાપન ના દિવસે  ગુરુવારે સવારના ભાગે એવોર્ડ અર્પણ વિધિ થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/