fbpx
ભાવનગર

ગારિયાધારમાં “કોફી વિથ કિશાન” જન સંવાદ કાર્યક્રમને મળ્યો બહોળો પ્રતિસાદ

ભાવનગરનાં ગારીયાધાર સેવાસદન ખાતે તા. ૧૦ ઓગસ્ટ ને બુધવારે “કોફી વિથ કિશાન” જન સંવાદ કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્યું હતું.

આ જનસંવાદ કાર્યક્રમમાં આજુબાજુનાં ગામોમાંથી ખેડૂતો અને અલગ અલગ ખેતી વિષયક ખાતાના અધિકારીઓ  આધુનિક ખેતી, પ્રાકૃતિક ખેતી અને પારંપરીક ખેતી ની સમજ આપતા કાર્યક્રમમાં સહભાગી બન્યા.

રાજ્ય સરકારની ખેડૂતોની આવક બમણી કરવાની નેમ હોઇ, પ્રાકૃતિક કૃષિ અપનાવવા બાબતેની દિશામાં કામ કરવા તથા ખેડુતો રાજ્ય સરકારશ્રીની જુદી જુદી ખેતી વિષયક યોજના, ખેત ઓજાર – સાધનોની સહાય, બિયારણ, ઑર્ગેનિક ખાતર, ઓજારો વિગેરે વિશે માહિતગાર કરવાં આવ્યા હતા

નાયબ ખેતીવાડી અધિકારીશ્રી જાદવ સાહેબ દ્વારા રાજ્ય સરકારશ્રીની આઈ-ખેડૂત પોર્ટલ વિશે માહીતી આપતા જણાવ્યું કે રાજ્ય સરકારશ્રીએ ખેતીવાડીની યોજનાઓ જેમ કે ટ્રેક્ટર, ખેત ઓજારો, હાઈબ્રીડ બીયારણ, સાધન સહાય, બાગાયતી યોજના વિગેરેનો “ આઈ-ખેડૂત” પોર્ટલમાં અરજી કરી લાભ મેળવી શકાય છે. વધુમાં તાજેતરમાં રાજય સરકારશ્રીએ ખેડૂતો માટે ડ્રોન મારફત ચુરીયા કે દવાના છંટકાવની યોજનાની જાણકારી આપતા મોટી સંખ્યામાં લાભ લેવા જણાવવામાં આવ્યું હતું.

ધારાસભ્યશ્રી કેશુભાઈ નાકરાણી દ્વારા જણાવવામાં આવ્યું કે કેન્દ્ર સરકારશ્રી અને રાજય સરકારશ્રી કિશાનના ઉત્કર્ષ માટે અનેક યોજનાઓ ચલાવે છે. જેના થકી કિસાન પોતાની વધુ ખેત પેદાશ કરી રાષ્ટ્રનાં વિકાસ કરવામાં ફાળો આપવા હાકલ કરવામાં આવી હતી.

ગારીયાધાર મામલતદારશ્રી આર. એસ. લાવડીયા દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજુ કરીને ઉપસ્થિત લોકોને સામાન્ય સમજ આપી હતી.

તાલુકા વહીવટી તંત્ર તરફથી એક નવી પહેલ કરીને અધિકારીઓ અને ખેડૂતોને એક છત નીચે લાવીને ચર્ચા વિચારણા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જે ખુબ જ સફળ નીવડ્યો હતો.

આ તકે ગારીયાધાર તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગારીયાધાર રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રી, પીજીવીસીએલ નાં ઇજનેરશ્રી, કિશાન સંઘના હોદ્દેદારોશ્રી તથા કિશાન આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/